માળિયા (મીં)ના કોબા વાંઢ વિસ્તારમાં માતા, પુત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ

30 September 2022 12:48 PM
Morbi
  • માળિયા (મીં)ના કોબા વાંઢ વિસ્તારમાં માતા, પુત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : માળિયા મીંયાણાના કોબા વાંઢ વિસ્તારમાં માતા અને પુત્રની હત્યા કરનાર કૌટુંબિક ભત્રીજાના દીકરાની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે. કોબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી ઇશાભાઈ મોવરના કૌટુંબિક ભત્રીજા યુસુફભાઈ મોવરના દીકરા શાહરૂખ મોવરે છરી વડે હુમલો કરીને ફરિયાદી ઇશાભાઈ મોવરના પત્ની ઝરીનાબેન ઇશાભાઈ મોવર (ઉમર 45) અને દીકરા હબીબ યુસુબભાઇ મોવર (ઉમર 23) ને છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે આરોપી શાહરૂખની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement