રતનપર બીએસએનએલ એક્સચેન્જના તાળા તોડી રૂા.1.50 લાખના વાયરની ચોરી

30 September 2022 12:48 PM
Rajkot
  • રતનપર બીએસએનએલ એક્સચેન્જના તાળા તોડી રૂા.1.50 લાખના વાયરની ચોરી

ત્રણ પાવર પ્લાન્ટના મોડ્યુલ અને કોપર વાયર ચોરી જતા ઇજનેરે ફરિયાદ નોંધાવી:પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ હાથ ધરી

રાજકાટ,તા.30
રાજકોટના મોરબી રોડ રતનપર ગામના પાટીયા પાસે આવેલ બીએસએનએલ એકસચેન્જની ઓફિસના તાળા તોડી તસ્કરોએ ત્રણ એસએમપીએસ પાવર પ્લાન્ટના મોડયુલ અને ડીસી સપ્લાય માટેના કોપર કેબલનો વાયર મળી કુલ રૂા.1.50 લાખની ચોરી કર્યાની કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવતા પીએસઆઈ જે.કે.પાંડાવદરા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

કુવાડવા પોલીસે આ મામલે બીએસએનએલ ભકિતનગર સબડીવીઝનમાં સબ ડીવીઝનલ એન્જીનીયર તરીકે નોકરી કરતા અમીતભાઈ દીલીપભાઈ ઠાકર (ઉ.વ.54)(2હે.ગોલ રેસીડેન્સી, નાનામવા) ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.અમીતભાઈએ પોલીસને જણાવ્યું કે,રાત્રે તેઓ સુતા હતા ત્યારે મોડી રાત્રે રતનપર પાટીયા પાસે બીએસએનએલ મોબાઈલ ટાવર બંધ થયો છે.તેવો મેસેજ આવ્યો હતો.જેને લઈ સવારે લાઈન સ્ટાફને આ બાબતે જાણ કરી તપાસ કરવાનું કહ્યું હતું.

બનાવ સ્થળે પહોંચી ગયેલા સ્ટાફે થોડીવાર બાદ એકસચેન્જના તાળા તુટેલા છે અને ચોરી થઈ હોવાનું તેને જણાવતા તે અન્ય સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.જયાં તપાસ કરતા ઓફિસના તાળા તુટેલા જોવા મળ્યા હતા અને રૂમમાંથી ત્રણ પાવર પ્લાન્ટના મોડયુલ અને ડીસી સપ્લાય માટેના અલગ-અલગ જાડા કો52 કેબલ 60 મીટર કે જેની કુલ કિંમત રૂા.1.50 લાખ થાય છે.તે જોવા નહી આવતા ચોરી થયાની જાણ થતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


Advertisement
Advertisement
Advertisement