મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

30 September 2022 12:49 PM
Morbi
  • મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે યોજાશે. જે અંતર્ગત સ્વ. જયસુખલાલ જગમોહનદાસ મહેતા પરિવાર ના સગયોગથી આગામી તા.4-10 મંગળવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે. ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, હરીશભાઈ રાજા-9879218415, નિર્મિતભાઈ કક્કડ-9998880588, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. ગત 13 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ 4043 લોકો એ લાભ લીધો હતો તેમજ 1800 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.


Advertisement
Advertisement
Advertisement