મોરબીમાં આડા સંબંધ રાખવા મહીલા ઉપર હુમલો કરનાર પકડાયો

30 September 2022 12:52 PM
Morbi
  • મોરબીમાં આડા સંબંધ રાખવા મહીલા ઉપર હુમલો કરનાર પકડાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30
મોરબીના લાયન્સનગરમાં રહેતી મહિલાએ આડા સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે મહિલાને તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદમાં તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતી પરણીતાને આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા જાતે ભરવાડ રહે.શનાળા લાયન્સનગર વાળા સાથે આડા સંબંધ હતા જોકે પરણીતાએ આડા સંબંધ નહીં રાખવા માટે થઈને કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા સાગર ઉર્ફે ચોટલી નવઘણભાઈ મુંધવાએ પરણીતા સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તલવાર અને પાઇપ વડે મહિલાને માથા અને પગના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જેથી ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 324, 325, 504, 506 (2) અને 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બીટ દમાદાર વશરામભાઇ મેતાએ સાગર ઉર્ફે ચોટલી નવઘણભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉમર 24) ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.લાયન્સનગર શેરી નંબર 1 શનાળા મોરબીની ઉપરોકત ગુનામાં ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનું પાર્ટી પ્લોટ નજીક દલવાડી સર્કલની પાસે રહેતા નિલેશ જયંતિભાઇ દેલવાડીયા નામના 17 વર્ષના યુવકને 25 વારિયા વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો ભદ્રેશ ગોરધનભાઈ ભડાણી નામનો 40 વર્ષનો યુવાન લીલાપર રોડ ઉપર ગરબીના પાર્ટી પ્લોટ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.


Advertisement
Advertisement
Advertisement