હિમેશ રેશમીયા રવિવારે મોરબીમાં

30 September 2022 12:58 PM
Morbi
  • હિમેશ રેશમીયા રવિવારે મોરબીમાં

શહીદ પરિવારોના લાભાર્થે યોજાતા નવરાત્રી ઉત્સવમાં મોજ કરાવશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું અજયભાઈ લોરીયા અને તેની ટીમે આયોજન કર્યું છે જેમાં ખેલૈયાઑ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તા. 1 ઓક્ટોબરના રોજ હિમેશ રેશમિયા આવશે અને મોરબીના ખેલૈયાને મોજ કરાવશે.

કૃષ્ણલીલા
મોરબીની મહેન્દ્રનગર ગામે આવેલ રોયલ પાર્કની સામે પ્રભુકૃપા રેસિડેન્સીમાં તા. 30 ના રોજ રાત્રે 9:30 કલાકે કાનગોપી (કૃષ્ણલીલા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલકી ગામનું કાન ગોપી ગ્રૂપ રમવા આવશે. જેથી કરીને લોકોને આવવા માટે નવદુર્ગા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ન્યુ ચંદ્રેશમાં નાટક
મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં તા. 1 ઓક્ટોબરને શનિવારે છઠ્ઠા નોરતે નાટક મચ્છુ તારા વહેતા પાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીનો ઇતિહાસ રજૂ કરાશે. આ ઉપરાંત હાસ્ય કોમિક માણકીની માથાકૂટ પણ રજૂ કરવામાં આવશે. જેથી લોકોને તેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement