મોરબી જિલ્લામાં ચારથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ: હથિયારબંધી

30 September 2022 01:00 PM
Morbi
  • મોરબી જિલ્લામાં ચારથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ: હથિયારબંધી

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્ર્નોની રજૂઆત અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા સમગ્ર જિલ્લામાં તા.31/10 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.

હથિયાર બંધી
કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.31/10 સુધી હથિયારબંધી પણ ફરમાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement