મૂળ જુનાગઢના-મોરબીમાં ધંધો કરતા વેપારીનો આપઘાત

30 September 2022 01:01 PM
Morbi Crime
  • મૂળ જુનાગઢના-મોરબીમાં ધંધો કરતા વેપારીનો આપઘાત

સિરામિક મીનરલ્સના ધંધામાં ખોટ જતા પગલું: ધ્રુવનગરની સીમમાં ઝેરી દવા પી લીધી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મૂળ જૂનાગઢના અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા વેપારી આધેડે ધંધામાં ખોટ આવતા ટંકારાના ધ્રુવનગર ગામ નજીક ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેઓનું મોત નિપજયુ હતું.

ટંકારા તાલુકામાં આવેલા ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લેતા હરિભાઈ ખીમજીભાઇ બહેરા પટેલ (ઉમર 56) હાલ રહે.મોરબી રવાપર રોડ લવહીલ એપાર્ટમેન્ટ મૂળ રહે. હરિઓમનગર જુનાગઢ વાળાનું મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી છે.

વધુમાં તપાસ કરી રહેલા મુકેશભાઇ ચાવડા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હરિભાઈ ખીમજીભાઈ પટેલ મૂળ જૂનાગઢ વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને સામાકાંઠે ભડીયાદ નજીક આવેલ સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા હતા જોકે હાલ યુનીટ બંધ હોય અને ધંધામાં ખોટ આવવાના કારણે ગઈકાલે હરીભાઇએ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
માળિયા મીંયાણાના ખાખરેચી ગામે ભરવાડવાસ વિસ્તારમાં રહેતા જતીન વાલજીભાઈ શિયાળ નામના 21 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા
મોરબીના ગેબનશાપીરની દરગાહ પાસે થયેલ મારામારીમાં રબારીવાસ વિસ્તારમાં રહેતા મંજૂરહુસેન ઈકબાલભાઇ જીંદાણી નામના 22 વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement