મોરબીમાં ગરબા પાર્ટી પ્લોટ નજીક અપશબ્દો બોલી ઠઠ્ઠા મશ્કરી કરતા ત્રણ શખ્સની ધરપકડ

30 September 2022 01:02 PM
Morbi
  • મોરબીમાં ગરબા પાર્ટી પ્લોટ નજીક અપશબ્દો બોલી ઠઠ્ઠા મશ્કરી કરતા ત્રણ શખ્સની ધરપકડ

કુલીનગરમાં યુવાન અને નીચી માંડલ ગામે તરૂણીનો આપઘાતનો પ્રયાસ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30 : મોરબીમાં આયોજિત ગરબા પાર્ટી પ્લોટ નજીક જાહેરમાં લોકોની રૂચિનો ભંગ થાય તે રીતે અપશબ્દો બોલીને ઠઠ્ઠા મશ્કરી કરી નિર્લજ વર્તન કરતાં ત્રણ ઈસમો વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર લીલાપર રોડ ઉપર આવેલ ઉમિયા નવરાત્રીના ગેઇટ પાસે ત્રણ ઈસમો જાહેરમાં બખેડો કરી અપશબ્દો બોલીને ઠઠ્ઠા મશ્કરી કરતા હોય ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા કલમ 110 અને 117 મુજબ સંજય ગીગા બતાળા ભરવાડ (24) ધંધો દૂધનો વેપાર રહે.ખોડીયાર સોસાયટી નાની વાવડી તા.જી.મોરબી, મોતી બાબુભાઈ બતાળા ભરવાડ (21) ધંધો પશુપાલન રહે.ખોડીયાર સોસાયટી નાની વાવડી અને કુલદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા દરબાર (20) ધંધો ખેતી રહે.નાની વાવડી સામે ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

એસીડ પી જતા સારવારમાં
મોરબીના વીસીપરામાં કુલીનગર-1 માં રહેતા ફકીરભાઈ હાજીભાઈ સંધિ નામના 42 વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર એસિડ પી લેતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો. હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે રહેતી હેતલબેન દિલીપભાઈ સોલંકી નામની 16 વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી જતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી. લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીક પાસેના હોલીસ સિરામિક નજીક રહેતી નંદીનીકુમારી શિવકુમાર અરેબાન નામની 21 વર્ષીય પરપ્રાંતિય મહીલાએ અગમ્ય કારણોસર દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.


Advertisement
Advertisement
Advertisement