ગુજરાત અને હિમાચલની ચૂંટણી પૂર્વે જ રેવડી કલ્ચર માટે આચારસંહિતા

05 October 2022 10:36 AM
Gujarat India Politics
  • ગુજરાત અને હિમાચલની ચૂંટણી પૂર્વે જ રેવડી કલ્ચર માટે આચારસંહિતા

► ફ્રી-બી વચનોમાં નિયંત્રણ ? : રાજકીય પક્ષોએ નાણાકીય યોગ્યતાની માહિતી આપવી ફરજીયાત

► ચૂંટણી ઢંઢેરામાં રાજકીય પક્ષોએ તેમના ‘મફત’ કે તેવા વચનોના રાજ્યના બજેટ પર નાણાકીય પ્રભાવ અને દુષ્પ્રભાવની માહિતી આપવી પડશે : ચૂંટણી આચારસંહિતા સુધારાશે : તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પંચનો પત્ર : 19 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા તાકીદ

નવી દિલ્હી,તા. 5
દેશમાં રેવડી કલ્ચર અંગે સતત સર્જાઇ રહેલા વિવાદ અને હવે સુપ્રિમ કોર્ટમાં પણ રાજકીય પક્ષો દ્વારા મફતના વાયદા અંગે ત્રણ જજોની ખંડપીઠ સુનાવણી કરશે તે વચ્ચે ચૂંટણી પંચે એક મહત્વના નિર્ણયમાં રાજકીય પક્ષો દ્વારા મફતના વાયદાને રોકવા માટે તેમના ચૂંટણી ઢંઢેરામાં જે કાઇ આ પ્રકારના વચનો હોય તેને અમલ માટે આર્થિક અને અન્ય પાસાઓ પણ રજૂ કરવા ફરજીયાત બનાવી દેશે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં આ નિયમ લાગુ કરવા ચૂંટણી પંચ આગળ વધી રહ્યું છે. ચાલુ માસના અંત સુધીમાં જ આ બંને રાજ્યો ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ધારાસભા ચૂંટણી યોજાવાની છે અને તેના ચૂંટણી ઢંઢેરા કે અન્ય કોઇ પ્રકારે મફતના વચનોમાં રાજકીય પક્ષોએ જો તેનો અમલ કરવામાં આવે તો રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડી શકે છે અને તેનો અમલ અંગેની પ્રક્રિયા પણ રજૂ કરવાની રહેશે.

ચૂંટણી પંચ દ્વારા આ અંગે એક વિસ્તૃત માર્ગરેખા તૈયાર કરવામાં આવી રહી છે અને ગઇકાલે જ ચૂંંટણી પંચ દ્વારા એક સમિક્ષા પણ થઇ હતી. જો કે હજુ એક સપ્તાહ પહેલા જ ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે આ પ્રકારના ફ્રી-બીની વ્યાખ્યા કરવી અઘરી છે અને તેને નિયંત્રિત કરવા તે પણ તેની સતા બહાર જવું ગણાશે.

ખાસ કરીને આ પ્રકારના ફ્રી-બી અને કલ્યાણકારી યોજનાઓ અંગેનો ભેદ પારખવો પણ મુશ્કેલ છે પરંતુ ચૂંટણી પંચે હવે આ અંગે આગળ વધવાનો નિર્ણય લીધો છે. પંચ દ્વારા તમામ રાજકીય પક્ષોને જે કાંઇ તેમના ફ્રી-બી અંગેના વચનો હોય તેની ભરોસાપાત્ર માહિતી અને તેની નાણાકીય સક્ષમતા અંગે મતદારોને જણાવવા માટે નિર્ણય લીધો છે અને તમામ રાજકીય પક્ષોને આ અંગે પત્ર લખીને 19 ઓક્ટોબર સુધીમાં તેની માહિતી આપવા પણ જણાવાયું છે.

આ ઉપરાંત રાજકીય પક્ષોએ તેમના ચૂંટણી ઢંઢેરા અને તેની કામગીરી અંગે પણ મતદારોને જણાવવાનું ફરજીયાત બનાવાયું છે અને એ પણ નિશ્ર્ચિત કર્યું છે કે તેઓ જે વચનો આપે છે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાકીય સ્ત્રોતો છે તેમાં તે પાળી શકાય તેવા છે કે કેમ તે પણ જણાવવું પડશે. ચૂંટણી પંચ આ માટે ચૂંટણી આચારસંહિતા એટલે કે મોડલ કોર્ટ ઓફ ક્ધડક્ટમાં બદલાવ કરવા તૈયારી કરી રહી છે.

ચૂંટણી આચારસંહિતામાં ફ્રી-બી અંગે નિયમ ઘડવા ચૂંટણી પંચને સતા : સુપ્રિમ
રાજકીય પક્ષો દ્વારા જે ફ્રી-બી એટલે કે જનતાને તેઓ સત્તા પર આવશે તો મફત સેવા કે સુવિધાના વાયદા અપાય છે તેના પર નિયંત્રણ મુકવાની સત્તા ચૂંટણી પંચને છે. હાલમાં જ સુપ્રિમ કોર્ટમાં તા. 26 ઓગસ્ટના રોજ ત્રણ જજોની બેંચ દ્વારા આ અંગે સુનાવણી થઇ હતી. અને તે સમયે કોર્ટે કહયું હતું કે આ મુદ્દામાં નિર્ણય કરવા જેવું કશું છે જ નહીં.

સુબ્રમણ્યમ બાલાજી કેસ (2015)માં સુપ્રિમ કોર્ટે જ મફત અંગેના વાયદા માટે ચૂંટણી પંચ મોડલ કોર્ટ ઓફ કન્ડક્ટ (ચૂંટણી આચારસંહિતા)માં નિયંત્રણો અંગે નિર્ણય લઇ શકે છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણની કલમ 324માં ચૂંટણી પંચે આ નિયમ બનાવવાની સતા આપવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement