સૌરાષ્ટ્રના 8 સહિત રાજયના 20 ચીફ ઓફિસરોની બદલી કરાઈ

05 October 2022 11:46 AM
Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્રના 8 સહિત રાજયના 20 ચીફ ઓફિસરોની બદલી કરાઈ

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમના પગલે... : જાહેર હિત તેમજ મતદાર યાદી કામગીરીને ધ્યાને લઈ બદલી

ગાંધીનગર તા.5 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજયના 20 ચીફ ઓફિસરોની બદલી થઈ છે. જેમાં સૌરાષ્ટ્રમાં ધોરાજી, મોરબી, જસદણ, ઉપલેટા, સિકકાના ચીફ ઓફિસરો બદલાયા છે. આ બદલીના ભાગરૂપે મોરબીના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને હળવદ, જાફરાબાદના સદામ હુસેન અંસારીને ભાભર, ધોરાજીના ચારુબેન મોરીને જસદણ, નિલમબેન ઘેટિયાને કેશોદ, કેશોદના પરબત ચાવડાને ઉપલેટા, ડીસાથી ઉપેન્દ્ર ગઢવીને સિકકા, કઠલાલથી નીલમ રોયને થાનગઢ તેમજ સિકકાથી જયમલ મોઢવાડીયાને ધોરાજી મુકાયા છે. આમ સમગ્ર રાજયમાંથી 20 ચીફ ઓફિસરોની બદલી કરાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement