સીમ વિસ્તારમાં ચાલતી જુગાર કલબ પર LCB ત્રાટકી, 2.70 લાખની રોકડ સાથે 7ને દબોચી લીધા

05 October 2022 12:06 PM
Rajkot Crime Saurashtra
  • સીમ વિસ્તારમાં ચાલતી જુગાર કલબ પર LCB ત્રાટકી, 2.70 લાખની રોકડ સાથે 7ને દબોચી લીધા

જસદણના કનેસરા ગામે દરોડો : જસદણ પંથકના આસપાસના ગામો લાખાવડ, પારેવાળા, હલેન્ડા, આટકોટથી જુગારીઓ પત્તા ટીંચવા એકઠા થતા હતાં. રોકડ અને પાંચ મોબાઈલ મળી રૂ।.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, એલસીપી સ્ટાફના પ્રણવભાઈ સાવરીયા, ભોજાભાઈ ત્રમટા, મયુરભાઈ વાસાણીની બાતમી

રાજકોટ,તા.5
જિલ્લાના જસદણ નજીક આવેલા કનેસરા ગામની સીમમાં ચાલતી જુગાર કલબ પર રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂ।.2,70,700ની રોકડ અને રૂ।.20,500ની કિંમતીના પાંચ ફોન મળી રૂ।.2.91 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. અહીં કનેસરા, જસદણ, પારેવાળા, હલેન્ડા, આટકોટ, વગેરે ગામોમાંથી જુગારીઓ એકત્ર થતા હતા.

જુગાર દરોડાની વિગત મુજબ રેન્જ આઈજી સંદીપસિંહ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે સાથેના હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ સાવરીયા, કોન્સ્ટેબલ ભોજાભાઈ ત્રમટા અને મયુરભાઈ વાસાણીને સંયુકત રાહે બાતમી મળેલી કે જસદણ તાલુકાના કનેસરા ગામની સીમમાં જુગાર કલબ ધમધમતી રહી છે. બાતમીન આધારે દરોડો પાડતા પોલીસે સ્થળ પરથી 8 ખેતી કરતા વાલજી સામત નાગડકીયા (ઉ.વ.50) રહે.

કનેસરા ભોળાભાઈ તળશીભાઈ મેર (ઉ.વ.50,રહે. નાની લાખાવડ, તા.જસદણ) મજુરી કામ કરતા રાજેશ અમરશી વાઘાણી (ઉ.વ.35) રહે. મફતિયાપરા જસદણ) અશોક પોપટ બાવળીયા (ઉ.વ.50.રહે. મફતિયાપરા જસદણ) અતુલ સુરા કુકડીયા (ઉ.વ.40, રહે.કોઠી રામાપીરના મંદિર પાસે તા.જસદણ) ડ્રાઈવિંગનો ધંધો કરતા ભરત દેવરાજ જળુ (ઉ.વ.36 રહે. હલેન્ડા.તા.રાજકોટ) હિરા ઘસવાનો ધંધો કરતા શિવરાજસિંહ કાળુભા રાયજાદા (ઉ.વ.31, રહે.આટકોટ કૈલાશનગર)ને જુગાર રમતા ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રૂ।.70 લાખની રોકડ સહિત 2.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબીની ટીમે કાયદેસર કાર્યવાહી કરી સાતેય આરોપીઓ સામે ભાડલા પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement