બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની જમીન પર દબાણના બાંધકામ માટે પૈસા ક્યાંથી આવ્યા તેની ઊંડી તપાસ થશે: રેન્જ IG

05 October 2022 02:23 PM
Jamnagar Gujarat
  • બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની જમીન પર દબાણના બાંધકામ માટે પૈસા ક્યાંથી આવ્યા તેની ઊંડી તપાસ થશે: રેન્જ IG

જામ ખંભાળિયા, તા.5
ભારતના છેવાડાના અને મહત્વના તીર્થધામ બેટ દ્વારકામાં છેલ્લા થોડા સમય થયા વધી ગયેલા ગેરકાયદેસર દબાણો વચ્ચે આ બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ ક્યાંથી આવી તે બાબતની ઊંડી તપાસ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વની બની રહી છે.

આ મુદ્દે ગઈકાલે મંગળવારે આવેલા સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપ સિંગએ એક ખાસ નિવેદન આપ્યું હતું. મંગળવારે સવારે બેટ દ્વારકા આવેલા આઈ.જી. સંદીપ સિંગે જણાવ્યું હતું કે "યાત્રાધામ બેટમાં જેટલી ગેરકાયદેસર મિલકતો અને બાંધકામ છે, તે દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે તથા સુરક્ષાની દ્રષ્ટિએ આ સરકાર દ્વારા આ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે."

ગઈકાલે મંગળવાર સુધીના ચાર દિવસ દરમિયાન ઓપરેશન ડિમોલિશનમાં આશરે રૂપિયા છ કરોડની કિંમતની 1.35 લાખ ચોરસ ફૂટ જમીન પરના દબાણો હટાવાયા છે. ત્યારે આ જગ્યા પર દબાણ કરવા માટે તથા બાંધકામ કરવા માટે આ આસામીઓ પાસેથી પૈસા ક્યાંથી આવ્યા? દબાણો કરવા માટે કોનો હાથ છે? તેની પાછળ કોઈ સંસ્થા કામ કરે છે?

આવા આસામીઓનો સંબંધ પાડોશી દેશો સાથે છે કે કેમ? તે સહિતના તમામ પાસાઓની તપાસ થશે તથા કોઈપણ પગલા મની ટ્રાન્સફર, મની લોન્ડરિંગ, પી.એફ.આઈ. સાથે કનેક્શન કે અન્ય આતંકી સંસ્થા કે સંગઠન સાથે કોઈ સાંઠગાંઠ કે કનેક્શન બાબત અંગેની પણ ઊંડી તપાસ થશે. સાથે ડિમોલિશનની સાથે સાથે આ મુદ્દે પણ ઊંડાણપૂર્વકની તપાસ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

નાના એવા બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની કિંમતની જમીન ઉપર મોટા વંડા, દુકાનો કે મકાનો બાંધવા માટે કરોડો રૂપિયા જોઈએ. તે ક્યાંથી આવ્યા તે મહત્વના મુદ્દે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવે તો નવાઈ નહીં.


Related News

Advertisement
Advertisement
Advertisement