‘આદિપુરુષ’ના દ્દશ્યો સામે હવે એમપીના ગૃહમંત્રી ખફા: કાનૂની કાર્યવાહીની ચેતવણી

05 October 2022 02:57 PM
Entertainment India
  • ‘આદિપુરુષ’ના દ્દશ્યો સામે હવે એમપીના ગૃહમંત્રી ખફા: કાનૂની કાર્યવાહીની ચેતવણી

ફિલ્મમાં હનુમાનને ચામડાના વસ્ત્રોમાં દર્શાવાયા છે, બંબરબેની મંદિરમાં યુવતીનો અશ્ર્લીલ ડાન્સ: મિશ્રા

ભોપાલ (ઈન્દોર) તા.5
પ્રભાસ અને સૈફ અલી સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ફિલ્મની રિલીઝ પુર્વે જ વિવાદ જાગ્યો છે. મધ્યપ્રદેશના રાજય ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આદિપુરુષ’નું ટ્રેલર જોયું છે. ફિલ્મમાં વાંધાજનક દ્દશ્યો છે. અમારી આસ્થાના કેન્દ્રબિંદુઓને જે રૂપમાં દેખાડયા છે તે સારું નથી.

ફિલ્મમાં હનુમાનજીના અંગવસ્ત્રને ચામડાના દેખાડાયા છે, જયારે હનુમાનજીના વસ્ત્ર કાનન કુંડલ, કુંચિત કૈસા, હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે અંગવસ્ત્ર છે. ફિલ્મમાં જે વસ્ત્રો બતાવાયા છે તે આસ્થા પર કુઠરાઘાત છે. જે ધાર્મિક લાગણીને દુભવે છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હું ફિલ્મના નિર્દેશક ઓમ રાવતને પત્ર લખી રહ્યો છું કે આ પ્રકારના દ્દશ્યો હટાવે. જો નહીં હટાવે તો અમે કાનૂની કાર્યવાહી પર વિચાર કરશુ.

ગૃહમંત્રી નરોતમ મિશ્રા છતરપુરના મશહુર બંબરબેની મંદિરમાં યુવતીના અશ્લીલ કપડામાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરવા મામલે એસપીને એફઆઈઆર કરવાના નિર્દેશ કર્યો છે. દેવી મંદિરમાં વાંધાજનક દ્દશ્યો ફિલ્માવાયા છે. આ મામલે પણ મે એસપીને એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement