હવે ‘રામલીલા’માં રાવણનું પાત્ર ભજવતા કલાકારે સ્ટેજ પર જીવન લીલા સંકેલી

05 October 2022 02:59 PM
Entertainment India
  • હવે ‘રામલીલા’માં રાવણનું પાત્ર ભજવતા કલાકારે સ્ટેજ પર જીવન લીલા સંકેલી

ઉતરપ્રદેશમાં ‘રામલીલા’ના મંચ પર અગાઉ હનુમાનજીનું પાત્ર ભજવનારે પ્રાણ છોડ્યા હતા

અયોધ્યા,તા. 5
નવરાત્રિમાં ઉતરપ્રદેશમાં રામલીલાની ભજવણી દરમિયાન કલાકારોના મોતના બનાવનો વધુ એક મામલો બહાર આવ્યો છે. રામલીલામાં હનુમાનનું પાત્ર ભજવનાર કલાકારના મોત બાદ હવે રામલીલામાં રાવણનું પાત્ર ભજવનાર કલાકારનું સ્ટેજ પર અભિનય કરતા સમયે હૃદયની ગતિ રોકાઈ જવાથી મૃત્યુ થયું હતું.

આ અંગેની વિગત એવી છે કે યુપીના ઐહર ગામે રવિવારની રાતે રામલીલા ચાલી રહી હતી ત્યારે 60 વર્ષના પતિરામ રાવણની ભૂમિકા ભજવતા હતા. સીતાહરણના દ્રશ્યો વખતે તેને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને કોઇ સમજે એ પહેલા જ તે મંચ પર ઢળી પડ્યા હતા. જેના કારણે તરત જ રામલીલા બંધ કરાઈ હતી અને કલાકારને હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.

આવી જ ઘટના ફતેહપુરના સલેમપુરમાં બની હતી. જ્યાં હનુમાનની ભૂમિકા ભજવતા રામ સ્વરુપ (ઉ.વ.52) મંચ પર પડી ગયા હતા. માથામાં ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યુ થયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement