‘આદિપુરૂષ’માં સૈફનો રાવણનો લૂક કોઇપણ રીતે રાવણ નથી લાગતો !

05 October 2022 03:00 PM
Entertainment India
  • ‘આદિપુરૂષ’માં સૈફનો રાવણનો લૂક કોઇપણ રીતે રાવણ નથી લાગતો !

♦ આ તે રાવણ કે અલાઉદ્દીન ખિલજી ?

♦ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં મેકર્સ ટ્રોલ થયા : લોકો ‘રામાયણ’ના રાવણ અરવિંદ ત્રિવેદીને યાદ કરે છે

મુંબઈ : ‘બાહુબલી’ ફેમ પ્રભાસ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’નું 2-ડી વર્ઝનનું ટીઝર જાહેર થયું છે. તેમાં સૈફઅલી ખાનના રાવણના લુકે વિવાદ સજર્યો છે. સૈફ અલી ખાનનો લુક કોઇપણ એંગલમાં રાવણને મળતો આવતો નથી. બલકે મુસ્લિમ બાદશાહો અલાઉદ્દીન ખીલજી જેવો દેખાતો હોવાથી ફિલ્મના મેકર્સને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયા બાદ ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાનના લૂકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ફિલ્મની રિલીઝ પહેલા જ મેકર્સ અને સ્ટાર કાસ્ટ દ્વારા કરવામાં આવેલ ભૂલોથી ફિલ્મ ફલોપ જવાના અનુમાનો થઇ રહ્યા છે.

500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું ટીઝર જોઇને દર્શકો નિરાશ થઇ ગયા છે. તેનું મુખ્ય કારણ વીએફએક્સ છે. ફિલ્મનું વીએફએક્સ એટલું નબળું છે કે તેને વીએફએક્સ નહીં, છેતરપિંડી કહેવાય. યુઝર્સનું કહેવું છે કે વીએફએક્સ કોઇ કાર્ટુન કે અનિમેશન મુવીથી પણ ખરાબ છે.

એક બાજુ આદિપુરુષમાં રામ અને રાવણના લુકને જોઇને દર્શકો નિરાશ થઇ રહ્યા છે ત્યારે દર્શકો વર્ષો પહેલા દૂરદર્શન પર રિલીઝ થયેલી રામાનંદ સાગરની ટીવી સિરીયલ ‘રામાયણ’ના નામ અરુણ ગોવિલ અને રાવણ અરવિંદ ત્રિવેદીને યાદ કરી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement