હોય નહીં! ‘આદિપુરુષ’માં રામ બનવા પ્રભાસને 1 અબજ ફી ચૂકવાઈ!

05 October 2022 03:53 PM
Entertainment
  • હોય નહીં! ‘આદિપુરુષ’માં રામ બનવા પ્રભાસને 1 અબજ ફી ચૂકવાઈ!

જયારે રાવણ બનવા સૈફને 10 કરોડ, જાનકીનું પાત્ર ભજવવા કૃતિ સેનનને 3 કરોડની ફી ચૂકવાઈ

પ્રભાસ, સૈફઅલીખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ના ટિઝરે રિલીઝ થતાવેંત મોટો વિવાદ ઉભો કર્યો છે. આ ટિઝર જોઈને લોકોએ કહ્યું હતું કે ફિલ્મનો રાવણ કોઈપણ રીતે રાવણ નથી લાગતો બલકે અલાઉદીન ખીલજી જેવો લાગે છે. માત્ર ફિલ્મની જ નહીં પણ 500 કરોડના ખર્ચે બનેલીની વીએફએકસની પણ ટિકા થઈ રહી છે.

ફિલ્મમાં રાવણ તો ઠીક રામ પણ મર્યાદા પુરુષોતમ નથી લાગતા! ત્યારે એ જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં કામ કરવાના એટલે કે રામનું પાત્ર ભજવવા માટે પ્રભાસને કેટલી ફી મળી હતી? જીહા, પ્રભાસને આ ફિલ્મમાં કામ કરવાના અધધધ એક અબજ રૂપિયા મળ્યાના અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે ‘બાહુબલી-1’ અને ‘બાહુબલી-2’ની સફળતા બાદ પ્રભાસે તેની ફીમાં ધરખમ વધારો કરી દીધો હતો.

ફી મામલે અન્ય કલાકારોની વાત કરીએ તો રાવણની ભૂમિકા માટે સૈફઅલીખાનને 12 કરોડ રૂપિયા મળ્યા છે, જયારે સીતાની ભૂમિકા માટે કૃતિ સેનને 3 કરોડ રૂપિયા ફી મળી છે. લક્ષ્મણનું પાત્ર ભજવનાર સની સિંહને 1.5 કરોડ તેમની સોનલ ચૌહાણને 50 લાખ રૂપિયા ફી અપાઈ છે.‘આદિપુરુષ’નું ટીઝર 100 મિલિયન વ્યુઝનો રેકોર્ડ બનાવ્યો છે.દૂરદર્શન પર રજૂ થયેલી લોકપ્રિય રામાયણ સીરીયલની સીતા દીપિકા ચિખલીયાએ ‘આદિપુરુષ’ના ટિઝરને લઈને થયેલા વિવાદ મામલે જણાવ્યું હતું કે વસ્તુઓ સાથે છેડછાડ બરાબર નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement