અરૂણાચલમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ : એક પાયલોટ શહીદ

05 October 2022 03:54 PM
India
  • અરૂણાચલમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ : એક પાયલોટ શહીદ

સૈન્યના ઉચ્ચ અધિકારીને કેમ્પ પર ઉતારી પરત ફરી રહેલા ચિત્તા હેલીકોપ્ટરને દુર્ઘટના નડી

નવી દિલ્હી, તા. 5
ભારતીય સૈન્યને નડેલી વધુ એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં આજે અરૂણાચલ પ્રદેશમાં તવાંગમાં સેનાનો ચિત્તા હેલીકોપ્ટર ક્રેશ થતા એક પાયલોટનું મૃત્યુ થયું છે. આ હેલીકોપ્ટર દુર્ઘટનાનું કારણ જાહેર થયું નથી. અચાનક હેલીકોપ્ટરે સંતુલન ગુમાવ્યું હતું અને એક સ્થળે તે અથડાઇને તુટી પડયું હતું.

આ હેલીકોપ્ટર અરૂણાચલ પ્રદેશના જેમીથાંગ સર્કલ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ભૂમિદળની પાંચમી ઇન્ફેટ્રીના જનરલ ઓફિસર કમાન્ડીંગને એક કેમ્પ ઉપર મુકી આવ્યા બાદ આ હેલીકોપ્ટર આજે સવારે 10 વાગ્યે પરત ફરી રહ્યું હતું તે સમયે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

જેમાં લેફ. કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું જયારે એક બીજા પાયલોટને ગંભીર ઇજા સાથે સારવાર અપાઇ રહી છે. અગાઉ પણ આ વર્ષે જ માર્ચ માસમાં ઉત્તરીય કાશ્મીરમાં ચિત્તા હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેમાં પણ સેનાના એક પાયલોટનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાના તપાસના આદેશ અપાયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement