વિધાનસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા માટે ખાસ સેલ : સંવેદનશીલ બુથો પર બાજ નજર રખાશે

05 October 2022 04:03 PM
Rajkot Gujarat
  • વિધાનસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા માટે ખાસ સેલ : સંવેદનશીલ બુથો પર બાજ નજર રખાશે

ચૂંટણીની તૈયારીઓ અંગે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ ચૂંટણી અધિકારીઓ દ્વારા થયેલી કામગીરીની કરી સમીક્ષા

રાજકોટ, તા.5 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેની સાથે જ વહીવટી તંત્ર તેમજ ચૂંટણી તંત્ર ઇલેકશન મોડમાં આવી ગયેલ છે. ગઇકાલે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ રાજયના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા થયેલી કામગીરીની વિડીયો કોન્ફન્સ મારફતે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં સોશ્યલ મીડિયા સ્વીપ, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમ એમ.સી.એમ.સી. જેવી કામગીરી સારી રીતે થાય તે બાબતે ભાર મુકયો હતો.તેમણે રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાય તે માટે સુચન કર્યુ હતું. આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીની વિગતો રજુ કરી હતી.

જેમાં સોશ્યલ મીડિયા માટે અલાયદુ સેલ ઉભુ કરવા કુલ મતદાન મથકના 50 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટીંગની સુવિધા, રીસીવીંગ અને ડીસ્પેચ સેન્ટર, ફરીયાદ નિવારણ સેલની રચના સહિતની વિગતો રજૂ કરી હતી.અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર-જિલ્લામાં 2253 જેટલા મતદાન બુથો આવેલ છે. જેમાં સંવેદનશીલ બુથો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.જિલ્લાના સંવેદનશીલ બુથોની તપાસણી પણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement