કુલ્લુમાં દશેરા ઉજવણીમાં મોદી સામેલ: રઘુનાથજીનો રથ ખેંચ્યો

05 October 2022 04:26 PM
India
  • કુલ્લુમાં દશેરા ઉજવણીમાં મોદી સામેલ: રઘુનાથજીનો રથ ખેંચ્યો

કુલુમાં દશેરાએ રાવણ દહન નથી થતુ પણ મહોત્સવના અંતિમ દિને લંકાદહન થશે

કુલ્લુ: વડાપ્રધાન મોદી આજે આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા મહોત્સવમાં સામેલ થશે. પીએમ મોદી આ દશેરા મેળામાં સામેલ થનાર દેશના પ્રથમ વડાપ્રધાન હશે. અહીં વડાપ્રધાન મોદી રઘુનાથજીના દર્શન કરી તેનો રથ પણ ખેંચશે. કુલ્લુમાં પારંપરીક વાદ્યયંત્રોથી મોદીનું સ્વાગત થશે. આ આંતરરાષ્ટ્રીય દશેરા મહોત્સવ તા.5થી11 સુધી ઉજવાશે. ઉલ્લેખનીય છે કે કુલ્લુ દશેરા મહોત્સવ 372 વર્ષ જૂનો છે. 1660માં પહેલવાર 1360માં તત્કાલીન પણ જગતસિંહે આ ઉત્સવનો આરંભ થયો હતો. અહીં રાવણનું પુતળુ નથી જલાવાતું: કુલ્લુમાં લાકડાના રથમાં ફુલોથી સજેલા રઘુનાથ ભગવાનની સવારી નીકળશે. મોટી રસ્સીથી રથ ખેંચીને સવારીની શરૂઆત થાય છે. રસપ્રદ વાત એ છે કે અહીં રાવણનું પૂતળું સળગાવવામાં નથી આવતા. અંતિમ દિવસે લંકાદહન જરૂર થાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement