કાલથી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્રને ધમરોળશે કેન્દ્રીય મંત્રીઓ

05 October 2022 04:28 PM
Rajkot Saurashtra
  • કાલથી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્રને ધમરોળશે કેન્દ્રીય મંત્રીઓ

વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં ભાજપના કાર્યક્રમોમાં હાજરી: સૌરાષ્ટ્રમાં ભુપેન્દ્ર યાદવ, ભાનુપ્રતાપસિંહ વર્મા અને આચાર્ય ગીરીરાજસિંહ આવશે

રાજકોટ તા.5 : ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે કેન્દ્રીય મંત્રીઓ આવતીકાલથી ચાર દિવસ માટે ગુજરાતને ધમરોળશે અને રાજયના અનેક જીલ્લાઓમાં તેમના કાર્યક્રમો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ તા.7ના રોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા ઉપરાંત રાજુલા ખાતે ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપશે

જયારે કાનૂન મંત્રી કિરણ રિત્જુ મહુવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આવતીકાલે કેન્દ્રના વિદેશ અને સાંસ્કૃતિક મંત્રાલય બાબતોના રાજયમંત્રી મીનાક્ષી લેખી વ્યારા અને નિઝાર (તાપી જીલ્લા) સહકાર મંત્રાલયના રાજયમંત્રી બી.એલ.વર્મા ખેડા જિલ્લાના મહેમદાબાદ અને મહુધા, સામાજીક ન્યાયી મંત્રી વિરેન્દ્રકુમાર પંચમહાલના કાલોલ ખાતે, મહિલા અને બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની આણંદ જિલ્લાના પેટલાદ

અને સોજીત્રામાં, ગ્રામીણ વિકાસ રાજયમંત્રી સાધ્વી નિરંજન જયોતી અમદાવાદના વિરમગામ અને ધોળકા, સંરક્ષણ અને પ્રવાસન રાજયમંત્રી અજયભાઈ ભટ્ટ અરવલ્લીમાં, લઘુ ઉદ્યોગ મંત્રી ભાનુપ્રસાદ વર્મા તા.9ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદ ખાતે તેમજ ગ્રામીણ વિકાસ રાજયમંત્રી ગીરીરાજસિંહ સોમનાથ અને ઉના ખાતે તા.10ના રોજ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે.


Related News

Advertisement
Advertisement
Advertisement