રાજયમાં રૂા.12.50 લાખ કરોડના રોકાણો સાથે 15 લાખ નવી રોજગારી સર્જન કરાશે: મુખ્યમંત્રી

05 October 2022 04:38 PM
Gujarat
  • રાજયમાં રૂા.12.50 લાખ કરોડના રોકાણો સાથે 15 લાખ નવી રોજગારી સર્જન કરાશે: મુખ્યમંત્રી
  • રાજયમાં રૂા.12.50 લાખ કરોડના રોકાણો સાથે 15 લાખ નવી રોજગારી સર્જન કરાશે: મુખ્યમંત્રી

► આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગીક પોલીસીની જાહેરાત: ઉદ્યોગોને કેપીટલ સબસીડી અપાશે

► પ્રોજેકટ માટે લીઝ જમીન પરની સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશનમાંથી 100 ટકા મુક્તિ: દિવ્યાંગ અને મહિલાઓને રોજગાર આપનાર એકમોને વધુ લાભો

અમદાવાદ તા.5 : દેશમાં ઔદ્યોગીક ક્ષેત્રે નંબર વન રહેલા ગુજરાતને હવે વૈશ્ર્વિક દ્રષ્ટીએ ઔદ્યોગીક રાજય બનાવવાના કદમમાં આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગીક પોલીસીની જાહેરાત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે ગુજરાત પ્રારંભથી જ નંબર વન રહ્યું છે અને રાજય સરકારે રાજયમાં અત્યાર સુધીમાં 8.66 લાખ નાના ઉદ્યોગો સક્રીય છે અને ઉત્પાદન ક્ષેત્રમાં દેશના જીડીપીનો 38 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે

તે સમયે મુખ્યમંત્રીએ આજે આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગીક પોલીસીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બને તે જોવા માટે સરકાર પ્રયત્નશીલ છે જેમાં રાજય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 12.50 લાખ કરોડના રોકાણો સાથે 15 લાખ નવી રોજગારીના સર્જનના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. રાજયના ઉદ્યોગ રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્ર્વકર્માએ પોલીસીની માહિતી આપતા જણાવ્યું કે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ લાભાર્થીને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટમાં જીએસટી માં 75 ટકા સુધીનું રીએમ્બેસમેન્ટ લાભ દશ વર્ષ સુધી મળશે

એટલે કે 10 વર્ષ સુધીમાં જે કાંઈ મૂડીરોકાણ કરવામાં આવે તેના ખર્ચ પરના જીએસટીને 75 ટકા સરકાર ભોગવશે. આ ઉપરાંત માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ માટે રૂા.35 લાખ સુધીની કેપીટલ સબસીડી આપવામાં આવશે અને લઘુઉદ્યોગોને 7 વર્ષ સુધી રૂા.35 લાખની મર્યાદા કેપીટલ ઈન્ટ્રેસ સબસીડી મળશે. ઉપરાંત જે નવી રોજગારી આપશે તેમાં માલિકના યુપીએફનો ફાળો પાંચ વર્ષ સુધી સરકાર ભોગવશે અને વિજ ડયુટીમાંથી પણ મુક્તિ અપાશે. મહિલાઓ અને દિવ્યાંગોને રોજગારી આપનાર ઉદ્યોગોને વધુ લાભ અપાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement