દુષણોનો અંત કરીને સ્વસ્થ-સુરક્ષિત સમાજનું નિર્માણ કરીએ : રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન

05 October 2022 06:00 PM
Rajkot Saurashtra
  • દુષણોનો અંત કરીને સ્વસ્થ-સુરક્ષિત સમાજનું નિર્માણ કરીએ : રાજકોટ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન

► હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન વિધિ યોજાઈ, સીપી રાજુ ભાર્ગવ, તમામ ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહયા

► આજે પોલીસ વિભાગના તમામ શસ્ત્રો, અશ્વ દળ, શ્વાન દળ, વાહનોનું પરંપરાગત રીતે પૂજન કર્યું, અમારા તમામ સંશાધનો રાજકોટવાસીઓની સુરક્ષા માટે સક્ષમ છે : CP ભાર્ગવ

રાજકોટ,તા. 5 : આજે રાજકોટ શહેર પોલીસના રેસકોર્સ રોડ પર આવેલા હેડ ક્વાર્ટરના મેદાનમાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન વિધિનું આયોજન કરાયું હતું. અહીં તમામ પ્રકારના શસ્ત્રોનું પૂજન કરાયું હતું. અને પ્રજાની રક્ષા માટે કામના કરાઈ હતી. આજના પર્વે રાજકોટ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટર વાયરલ કરી લોકોને શુભકામનાઓ સાથે સંદેશો પાઠવાયો છે.

આ આકર્ષક અને તર્કબધ્ધ સંદેશામાં લોકોને અપીલ કરાઈ છે કે, ચોરી-લૂંટ, બાળ મજુરી-તસ્કરી, માર્ગ સુરક્ષા ઉલ્લંઘન, મહિલાઓનું શોષણ, નશીલા પદાર્થોનું સેવન-વેચણ, અપહરણના ગુન્હા, સાયબર ફ્રોડ, લાંચ રુશ્વત, દાણચારી સહિતના દુષણોનો અંત કરીને સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરીએ. રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ખાસ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિત તમામ પીઆઈ અને પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ શસ્ત્રપૂજન કર્યું.

સીપીએ આ તકે રાજકોટવાસીઓને દશેરાની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આ અસત્ય પરસત્યના વિજયનો પર્વ છે. રાજકોટ પોલીસે આજે અહીં હેડ ક્વાર્ટરમાં પોલીસ વિભાગના તમામ શસ્ત્રો, અશ્વ દળ, શ્વાન દળ, તમામ વાહનોનું પૂજન અર્ચન કર્યું હતું. અમારા તમામ સંશાધનો રાજકોટવાસીઓની સુરક્ષા માટે સક્ષમ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ લોકો અસૂર રુપી દૂષણો ત્યજી સ્વસ્થ અને સુરક્ષિત સમાજની રચનામાં યોગદાન આપે.

સીપીએ અશ્વોની ખરીદી અંગે સૂચના આપી
આજે શસ્ત્રપૂજન દરમિયાન પોલીસ વિભાગના ત્રણ અશ્વો હાજર હતા. પોલીસ કમિશનરે અશ્વોને કુમકુમ તીલક કરી પૂજન કરેલું. જે બાદ માઉન્ટન પીએસઆઈને બોલાવી અશ્વોની સંખ્યા અને માહિતી મેળવી હતી. તેમજ સંખ્યા કેમ ઓછી છે તે અંગે પુછતા પીએસઆઈએ ખરીદી માટે દરખાસ્ત કરી હોવાની માહિતી આપેલી.

Related News

Advertisement
Advertisement
Advertisement