ગુજરાતમાં સર્વપ્રથમ આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં લીવરના બધા ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ

05 October 2022 06:06 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં સર્વપ્રથમ આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં લીવરના બધા ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ

ઈએલએફ બ્લડ ટેસ્ટમાં લીવરને લગતા દર્દનું નિદાન

રાજકોટ તા5 : આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં હવેથી લીવરના રોગોને લગતા ટેસ્ટસ ફાઈબ્રોસીસ, સીરોસીસ, ક્રોનીક (સહુથી જોખમી તેમજ લાંબા સમયથી થયેલ લીવરના રોગો) તેમજ ડાયાબીટીસ, મેલીટસ સ્થુળતા ધરાવતા લીવરના દર્દીઓને દર્દ વધારે ન વધે તે માટે લોહીની તપાસ કરી પુરો રીપોર્ટ મેળવી શકાશે. આ માટે વિશ્વ વિખ્યાત Simens Healthneers (India) એ ગુજરાતમાં રાજકોટની આર.બી. કોઠારી નિદાન કેન્દ્રને પ્રથમ કેન્દ્ર તરીકે નિમણુંક કરવામાં આવી છે. એટલે કે ઈએલએફ બ્લડ રીપોર્ટસ, લીવરના દર્દને ઓળખી તેને લગતા રીપોર્ટસ કરી આપવામાં આવશે.

Fibrosis તેમજ લીવરને લગતા દર્દથી પીડાતા દર્દીઓ માટે ખુબજ ઉપયોગી બનશે. ઈએલએફ બ્લડ ટેસ્ટ આકારણી માટે પ્રમાણભુત ડાયરેકટ બાયોમાર્કસ પેનલ, જેની અંદર ત્રણ સીરમ બાયોમાર્કસને જોડે છે. હાઈલ્યુરોનીક એસીડ (એચએ) પ્રોકોલાજન ટર્મીનલ, પેપ્ટાઈડ, મેટાલોપ્રોટીનેશ ઘટકોને પ્રતિબિંબીત કરે છે. દર્દને જાણી દવા કરવામાં આવે તો જોખમી ન બને તે માટે ઈએલએફ બ્લડ ટેસ્ટની જરૂરત ગણાય. લેબોરેટરીનો આ બ્લડ ટેસ્ટનો ભાવ રૂા.4500/- રાખેલ છે. જેમાં બેકટરીયા દ્વારા લોહીની તપાસ થાય છે.

આ ઉપરાંત આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં સોનોગ્રાફી વિભાગમાં લીવરની સ્પેશ્યલ સોનોગ્રાફી ELESTOGRAPHY છે, તે માટે અત્યંત આધુનિક Philips Co. Affiinity-70 તેમજ GE Co. P-9, R-3ના મશીનો વસાવવામાં આવેલ છે. જેની દરેકની કિંમત આશરે આડત્રીસ લાખ થાય છે. લીવરના દર્દોની તપાસ માટે ELESTOGFAPHY અગત્યની તપાસ તહેવાય છે, તેનો ચાર્જ પણ રાહત દરે રૂા.1200/-થી 1500/- રાખેલ છે, જેમાં દર્દનું પ્રમાણ જાણી તેનો રીપોર્ટ આપવામાં આવે છે. ડોકટરની જરૂરીયાત મુજબના લીવરના બધા ટેસ્ટ આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement