સાધ્વીજીશ્રી સ્મિતાબાઈમ.નો.આજે જન્મદિન:65માં વર્ષમાં પ્રવેશ

05 October 2022 06:11 PM
Rajkot
  • સાધ્વીજીશ્રી સ્મિતાબાઈમ.નો.આજે જન્મદિન:65માં વર્ષમાં પ્રવેશ

ગોંડલ સંપ્રદાયના તપસ્વી રત્ના

રાજકોટ,તા.5 : ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.ના સુશિષ્યા પ્રખર વ્યાખ્યાતા,તપસ્વી સાધ્વી રત્ના પૂ.સ્મિતાજી મ.સ. દશેરાના પાવન અને પવિત્ર દિવસે 64 વષે પૂણે કરી 65 માં વષેમાં મંગલ પ્રવેશ કરેલ છે.ગોંડલ નિવાસી (હાલ મસ્કત) અતિ સુખ - વૈભવમાં ઉછરેલા.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે મોહ નગરી મુંબઈમાં ધમે પરાયણ પિતા શામળદાસભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી કમળાબેનની કૂખે તા.14/10/1958 તિથિ મુજબ દશેરાના પવિત્ર દિવસે તેઓનો જન્મ થયેલ.જન્મ થતા જ કુંટુંબ પરિવાર,સગા - સ્નેહીજનોના મુખારવિંદ પર સ્મિત અને પ્રસન્નતા પ્રસરી ગયેલ.

ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.નો પરિચય થયો અને દોમ - દોમ સાહેબીને એક જ ઝાટકે ઠોકર મારી મોહ નગરી મુંબઈમાંથી મોક્ષ નગરી તરફ પગરણ માંડી વાલકેશ્ર્વરમાં છકાય જીવોને વ્હાલ કરવા ગોંડલ સંપ્રદાયના7 સ્વ.ગાદીપતિ પૂ.ગીરીશચંદ્રજી મ.સા.ના મુખેથી તા.1 - 2 - 1979 ના શુભ દિવસે દીક્ષા મંત્ર ગ્રહણ કરી કરેમિ ભંતેનો પાઠ ભણી દેવોને પણ દુલેભ એવા 7સંયમ ધમેનો સ્વીકાર કર્યો.સંયમ જીવનના પણ 43 વર્ષ પસાર થઈ ગયા.

સૌરાષ્ટ્ર - મહારાષ્ટ્ર સહિત અનેક નાના - મોટા ક્ષેત્રોમાં જિનાજ્ઞા પ્રમાણે ગુરુણી મૈયા સાથે વિચરણ કરી જિન શાસનની તેઓશ્રીએ આહલેક જગાડી.મસ્કતથી લઈને મુંબઈ અને ગોંડલથી લઈને ગાંધીનગરના જિજ્ઞાસુઓ પૂ.સ્મિતાજી મ.સ.ના દશેન - વંદન કરવા અવાર - નવાર આવતાં હોય છે.તેઓ પ્રખર વ્યાખ્યાતા છે.તેઓનું પ્રવચન ચાલુ હોય ત્યારે શ્રોતાઓને ઉભુ થવાનું મન ન થાય.એમ કહેવાય કે જિનવાણી રૂપી એક્ષપ્રેસ ગાડી ચાલુ હોય.તેઓનું પ્રવચન શ્રોતાઓને ઝંકૃત કરી દે છે.સૌ તેઓથી પ્રભાવિત થયા વગર રહેતા નથી.દ્મઆગમના ગૂઢ રહસ્યો સરળ શૈલીમાં સમજાવે. (સંકલન:- મનોજ ડેલીવાળા રાજકોટ)


Related News

Advertisement
Advertisement
Advertisement