નવા રાષ્ટ્રીય પક્ષ ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ની જાહેરાત કરતા કે.ચંદ્રશેખર રાવ : ગુજરાત ચૂંટણીમાં ઝંપલાવશે

05 October 2022 06:13 PM
Gujarat India Politics
  • નવા રાષ્ટ્રીય પક્ષ ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ની જાહેરાત કરતા કે.ચંદ્રશેખર રાવ : ગુજરાત ચૂંટણીમાં ઝંપલાવશે

► બે વર્ષ બાદની લોકસભા ચૂંટણી માટે વધુ એક વિપક્ષી મંચ : તેલંગણાના મુખ્યમંત્રી હવે રાષ્ટ્રીય નેતા બનવાની દોટમાં

► બપોરે 1.19 કલાકે તેલંગણા ભવન ખાતે ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે રાષ્ટ્રીય પક્ષની રચના : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી હાજર રહ્યા : હવે વિપક્ષના નેતાઓને મળી ર0ર4 માટે પ્લેટફોર્મ તૈયાર કરશે

હૈદ્રાબાદ, તા.5 : 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિકલ્પ બનવાની વિપક્ષોની શરૂ થયેલી દોટમાં હવે તેલંગણાના મુખ્યમંત્રી અને રાજયના શાસક તેલંગણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કે.ચંદ્રશેખર રાવે પણ આજે પોતાની નવી રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ કરી છે અને તે તેલંગણાના મોડેલ ઉપર દેશમાં પોતાના પક્ષને સ્વીકાર્ય બનાવશે.

આજે બપોરે 1.19 મીનીટના શુભ મુહૂર્તે હૈદ્રાબાદના તેલંગણાના ભવનમાં કેસીઆરએ તેમના નવા રાષ્ટ્રીય પક્ષ ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ની જાહેરાત કરી હતી અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે આ નવા પક્ષની રચના સાથે જ અહીં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ફટાકડા ફોડયા હતા અને દેશના નેતા કેસીઆર તેવા નારા લગાવ્યા હતા. આ પૂર્વે આજે તેઓએ મહાસભાની બેઠક બોલાવી હતી જેમાં કર્ણાટકના જનતા દળ એસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એસ.ડી.કુમારસ્વામી પણ હાજર હતા. બાદમાં કેસીઆર રાષ્ટ્રીય મિશન પર નીકળશે અને લાલુપ્રસાદ તથા નીતિશકુમારને મળશે.

કેસીઆરએ 2018માં જ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ હવે ગુજરાતમાં પણ ધારાસભા ચૂંટણી લડવાની જાહેરાત કરે તેવી શકયતા છે. હૈદ્રાબાદની બેઠક બાદ કેસીઆરએ પોતાના એજન્ડા અંગે પક્ષના ધારાસભ્યો, સાંસદો અને અન્ય અગ્રણીઓ સાથે એક બેઠક યોજી છે અને આગામી દિવસોમાં તેઓ ગુજરાતનો પણ પ્રવાસ કરે અને વિપક્ષી નેતાને એકમંચ પર લાવવાનો પ્રયાસ કરશે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વડા આ નિર્ણય હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપનો વિકલ્પ બનવા માટે વિપક્ષોની એકતાની દોટ મજબુત બનશે.


Related News

Advertisement
Advertisement
Advertisement