કાલે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ જશે હર્ષદભાઇ રીબડીયા : કમલમ ખાતે કેસરીયા કરશે

05 October 2022 06:18 PM
Rajkot
  • કાલે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ જશે હર્ષદભાઇ રીબડીયા : કમલમ ખાતે કેસરીયા કરશે

રાજકોટ, તા.5 : ગઇકાલે વિસાવદરના ધારાસભ્ય પદેથી તથા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર હર્ષદભાઇ રીબડીયા આવતીકાલે તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાઇ જશે. કાલે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓની હાજરીમાં તેઓ કેસરીયા કરશે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના હજુ બે થી ત્રણ ધારાસભ્યો પક્ષપલ્ટાની લાઇનમાં છે પરંતુ તેઓ તબકકાવાર ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને પક્ષ છોડશે અને તા.17 સુધીમાં આ સીલસીલો ચાલુ રહે તેવો ભાજપ પ્રયત્ન કરી રહ્યો છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાંચથી છ કોંગ્રેસી ધારાસભ્યોને ટીકીટની ઓફર સહિત ભાજપમાં જોડાવા માટે મનાવી રહ્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement