દિલ્હીમાં ફરી પ્રદુષણની મુશ્કેલી શરૂ : આસમાનમાં ધુળની ચાદર છવાઇ

05 October 2022 06:19 PM
India
  • દિલ્હીમાં ફરી પ્રદુષણની મુશ્કેલી  શરૂ : આસમાનમાં ધુળની ચાદર છવાઇ

દિલ્હી, તા.5 શિયાળાના આગમન સાથે પાટનગર દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં ફરી એક વખત પ્રદુષણની અસર શરૂ થઇ છે અને એર પોલ્યુશન સતત વધવા લાગ્યું છે. આજે સવારે દિલ્હી અને એનસીઆરના આકાશમાં ધુળની ચાદર બીછાવાઇ ગઇ હોય તેવુ ઘાટુ પ્રદુષણ છવાઇ ગયું હતું. ગાઝીયાબાદ અને ગુરૂગ્રામ સુધી તેની અસર હતી.

પંજાબ, હરીયાણા અને યુપીમાં પરાલી સળગાવવાના કારણે દિલ્હી અને આસપાસના વિસતારના આકાશમાં પ્રદુષણ વધવા લાગ્યું હોય તેવા સંકેત છે. દિલ્હી સરકારે અગાઉ પરાલી નહીં સળગાવવા બદલ આસપાસના ખેડુતોને ખાસ સહાયની ઓફર કરી હતી પરંતુ તેની કોઇ અસર નજરે ચડતી નથી. ખાસ કરીને ચોમાસાના વિદાય સાથે પ્રદુષણની અસર શરૂ થઇ ગઇ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement