હબીબુલ્લા કમાન્ડર સહિત કાશ્મીરના 10 ત્રાસવાદીઓને આતંકી જાહેર કરાયા

05 October 2022 06:20 PM
India
  • હબીબુલ્લા કમાન્ડર સહિત કાશ્મીરના 10 ત્રાસવાદીઓને આતંકી જાહેર કરાયા

યુએપીએ હેઠળ કાર્યવાહી : જોકે હાલ તમામ પાકિસ્તાન નાસી છુટયા હોવાના સંકેત

નવી દિલ્હી, તા.5 : કેન્દ્રીય ગૃહમંત્રાલયે આતંકવાદ સામેની મોટી કાર્યવાહીમાં હિઝબુલ મુઝાહીદ્દીન, લશ્કર-એ-તોયબા અને અન્ય પ્રતિબંધીત સંગઠનોના 10 આતંકીઓને અનલોફ એકટીવીટી પ્રિવેસન્સ એકટ (યુએપીએ) હેઠળ આતંકવાદી જાહેર કર્યા છે. હાલમાં જ પીએફઆઇ પર કેન્દ્રની મોટી કાર્યવાહી બાદ હવે તેના આગળ વધારતા આ 10 આતંકવાદીઓને કોઇપણ ભોગે ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરાશે.

જેઓને આતંકી જાહેર કરાયા છે તેમાં પાકિસ્તાની નાગરિક હબીબુલ્લા મલીક ઉર્ફે સાજીદ જટ જમ્મુ કાશમીરના બારામુલા બાસીત અહેમદ જે હવે પાકિસ્તાન નાશી ગયો હોય તેમ માનવામાં આવે છે ઉપરાંત રાજયના સોપોરનો ઇમ્તીયાઝ અહેમદ ઉર્ફે સજાદનો સમાવેશ થાય છે આ તમામ ભારતીય સૈન્યની ભીંસ વધતા જમ્મુ કાશ્મીરમાંથી પાકિસ્તાનની સીમામાં ચાલ્યા ગયા છે. તેમની સાથે શ્રીનગરનો બિલાલ અહેમદ ઉર્ફે બાબર ડોડા જિલ્લાનો રફીક નાઇ ઉર્ફ સુલ્તાન, કુપવાળાનો બસીર અહેમદ ઉર્ફે ઇમ્તીયાઝ અને બારામુલાનો શોકત અહેમદ શેખ ઉર્ફે મોચીને પણ આતંકી ઘોષીત કરાયા છે.

જેમાં હબીબુલ્લા આતંકવાદીનો હેન્ડલર માનવામાં આવે છે જેને પૂંછમાં ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો અને આ તમામ જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ ત્રાસવાદી હુમલામાં સામેલ છે. પીએફઆઇ પ્રતિબંધના પગલે આ સંગઠનો બીજા નામે સક્રિય થાય તે પૂર્વે આ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે તેમને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને પણ જણાવાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement