મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

05 October 2022 06:22 PM
India Maharashtra
  • મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

લેન્ડલાઈન પર આવેલા ફોન બાદ અફડાતફડી: તલાશી શરૂ

મુંબઈ તા.5 : મુંબઈમાં આજે અંબાણી ફેમીલી દ્વારા સંચાલીત રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ હોસ્પીટલની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. મુંબઈમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ પર આજે લેન્ડલાઈન મારફત ફોન આવ્યો હતો અને તેમાં હોસ્પીટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બપોરે 12.57 મીનીટે અજાણ્યા નંબર પરથી આ ફોન આવ્યો હતો. જો કે બાદમાં સમગ્ર હોસ્પીટલની તલાશી લેવામાં આવી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યુ નથી અને ફોન કરનારે અંબાણી પરિવારને પણ ધમકી આપી હતી જેમાં ડી.વી.માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ શરુ થઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement