આજે દશેરાથી ઓટીટી પ્લેટફોર્મ પર નવી વેબસીરીઝ અને ફિલ્મોનો તડાકો

05 October 2022 06:23 PM
Entertainment
  • આજે દશેરાથી ઓટીટી પ્લેટફોર્મ પર નવી વેબસીરીઝ અને ફિલ્મોનો તડાકો
  • આજે દશેરાથી ઓટીટી પ્લેટફોર્મ પર નવી વેબસીરીઝ અને ફિલ્મોનો તડાકો

નેટફિલકસ પર દિવાળીના તહેવારોમાં ડઝનબંધ ફિલ્મો, વેબસીરીઝ : અક્ષયકુમાર સ્ટારર ‘રક્ષાબંધન’, ‘કાર્તિકેય-2’ સહિતની ફિલ્મો ઉપરાંત માધુરી દીક્ષિતની ‘મજા મા’ વેબસીરીઝ રિલીઝ

મુંબઈ: આજે દશેરાએ ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સીરીઝનો મનોરંજનનો રસથાળ પીરસાશે. નેટ ફિલકસથી લઈને એમેઝોન પ્રાઈમ વીડિયો, અને એમએકસ પ્લેયરે પણ ખાસ તૈયારી કરી લીધી છે. આ હપ્તે માધુરી દીક્ષિતની ‘મઝા માં’થી લઈને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને સાઉથની સુપરહિટ ફિલ્મ ‘કાર્તિકેય-2’ જેવી ફિલ્મો નાનકડા પર્દા પર રિલીઝ થઈ રહી છે.

જયારે ‘ગ્રે’જ એનોટોમીથી માંડીને ‘લવ સ્ટોરી ઓફ કોર્ટ ઈનેમીઝ’ જેવી સીરીઝ પણ આપનું દિલ જીતી લેશે. ‘કાર્તિકેય-2’ સિનેમા હોલ પર સફળ રહી હતી. આજે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 પર રિલીઝ થઈ રહી છે. જયારે માધુરી દીક્ષિતની વેબસીરીઝ ‘મઝા મા’ આવતી કાલે ઝી-5 પર પ્રસારિત થશે. એમએમસ પ્લેયર પર આવી રહેલી વેબસીરીઝ ‘લવ સ્ટોરી ઓફ કોર્ટ ઈનેમીઝ આજથી પ્રસારિત થશે. આમાં બે બહેનોની છે જે અજબ હાલતમાં જુદા થઈ જાય છે. આ ઉપરાંત ‘પિંકલાય’ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 7મી ઓકટોબરથી ‘ગ્રે’જ એનાટોમી’ વેબ સીરીઝ પ્રસારિત થશે. જયારે નેટ ફિલકસ પર આજથી જમ્પીંગ ફ્રોમ હાઈ પ્લેચેઝ પ્રસારીત થશે.

નેટ ફિલકસ દિવાળીની એક ડઝપ મનોરંજનની ભેટ આપશે
નેટ ફિલકસ દિવાળીના તહેવારો દરમિયાન એક ડઝન નવી વેબ સીરીઝ અને ફિલ્મોની ભેટ આપશે. આ મનોરંજક રસથાળમાં ગન્સ એન્ડ ગુલાબ’, જેવી વેબસીરીઝ ઉપરાંત ‘કટહલ’, મોનિકા, ઓ માય ડાર્લીંગ, ચોર નિકલ કે ભાગ, નયનતારા વિગ્નેશ વેડીંગ જેવી ફિલ્મો દિવાળીના તહેવારો દરમિયાન નેટ ફિલકસ પરથી રિલીઝ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement