જામકલ્યાણપુરના ચંદ્રવાડામાં માનસિક બીમારીથી કંટાળી યુવકે ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધુ

05 October 2022 06:31 PM
Rajkot Crime
  • જામકલ્યાણપુરના ચંદ્રવાડામાં માનસિક બીમારીથી કંટાળી યુવકે ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધુ

રાજકોટ,તા.5 : જામકલ્યાણપુરના ચંદ્રવાડામાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો.તેના મોતથી પરિવારમાં શોક છવાયો છે. બનાવની વિગતો મુજબ,જામકલ્યાણપુરના ચંદ્રવાડામાં રહેતા મેરુ મંડાણ મોઢવાડીયા (ઉ.વ.27) નામના યુવાને ગઈકાલે ગામમાંથી ઝેરી દવાના ટીકડા લઈ પરિવારને આપઘાત કરવા અંગે જાણ કરી હતી બાદમાં પરિવારે મેરુનો પીછો કરતા થોડે દુર જઇ ઢળી પડ્યો હતો અને તેમને તુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.તેમના પરિવારે જણાવ્યું હતું કે ,મેરુએ માનસિક બીમારીથી કંટાળી પગલું ભરી લીધું હતું. મેરુ બે ભાઈમાં મોટો હતો અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું તેમજ હાલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું પરિવારે જણાવ્યું હતું.આ અંગે હાલ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે કાગળો કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement