KBC-14નો 11મી ઓકટોબરનો શો બનશે Big B બર્થ ડે સ્પેશિયલ

06 October 2022 04:12 PM
Entertainment India
  • KBC-14નો 11મી ઓકટોબરનો શો બનશે Big B બર્થ ડે સ્પેશિયલ

સ્પેશિયલ એપિસોડમાં જયા બચ્ચન અને અભિષેકની હાજરીમાં અમિતાભ થયા ભાવુક

મુંબઈ:
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 11મી ઓકટોબરે 80 વર્ષ પૂરા કરીને 81માં વર્ષમાં પ્રવેશ કરશે. સૌના લાડીલા આ સુપર સ્ટારનો જન્મ દિવસ કૌન બનેગા કરોડપતિ-14ના સેટ પર ધામધુમથી ઉજવાશે. આ સ્પેશિયલ એપિસોડનું તા.11 ઓકટોબર મંગળવારે રાત્રે 9 વાગ્યે પ્રસારણ થશે. બિગબીના પુત્ર અભિષેક બચ્ચનની સરપ્રાઈઝ એન્ટ્રી થશે. આટલું જ નહીં અમિતાભ બચ્ચન ભાવુંક થતા પણ જોવા મળશે.

કેબીસીના આ સ્પેશિયલ એપીસોડમાં અમિતાભના પત્ની જયા બચ્ચન અને અભિષેક બચ્ચન મહેમાન તરીકે આવશે. જયા બચ્ચન પહેલીવાર આ શોનો ભાગ બનશે. અમિતાભ, જયા અને અભિષેકનો ફોટો સોની ટીવીના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કર્યો છે.

કેબીસીના બિગ બીના બર્થ ડે સ્પેશિયલ એપિસોડનો પ્રોમો પણ શેર કરાયો છે. જેમાં બચ્ચનની શોમાં સરપ્રાઈઝ એન્ટ્રી થાય છે. આટલું જ નહીં, અમિતાભ બચ્ચન ઈમોશનલ થતો પણ જોવા મળે છે. અમિતાભ કઈ બાબતે ભાવુંક બને છે તેનો ખુલાસો એપિસોડ ઓન એર થયા પછી જ થશે.

પ્રોમોમાં જોવા મળે છે કે, બિગ બી શોનું હોસ્ટિંગ કરી રહ્યા છે, ત્યારે અચાનક હંટરનો અવાજ સાંભળી અમિતાભ સહિત બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યાર બાદ બિગ બીની ફિલ્મ ‘કભી કભી’ની જાણીતી પંકિતઓ- ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ બોલતા અભિષેક એન્ટ્રી કરે છે અને બિગ બીની ખુશીનો પાર નથી રહેતો. તે ઉષ્મા સાથે દીકરાને ગળે લગાવે છે ત્યાર બાદ અચાનક કંઈ થઈ જાય છે અને અમિતાભ ઈમોશનલ બની જાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement