હવે કોંગ્રેસના નેતા ઉદીત રાજે રાષ્ટ્રપતિ મુર્મુ અંગે અપમાનજનક વિધાનો કર્યા

06 October 2022 04:33 PM
India Politics
  • હવે કોંગ્રેસના નેતા ઉદીત રાજે રાષ્ટ્રપતિ મુર્મુ અંગે અપમાનજનક વિધાનો કર્યા

નવી દિલ્હી, તા. 6
કોંગ્રેસના નેતા ઉદીત રાજે આજે રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુ પર ચમચાગીરીમાં લુપ્ત હોવાનો પ્રહાર કર્યો હતો. અગાઉ કોંગ્રેસના અધીર રંજને પણ દ્રૌપર્દી મુર્મુ પર અપમાનજનક વિધાનો કર્યા હતા તે બાદ હવે આજે ઉદીત રાજે મુર્મુ માટે જે વિધાનો કર્યા તેનાથી નવો વિવાદ સર્જાયો છે.

તેમણે કહયું મુર્મુજીને ઉમેદવાર બનાવાયા તથા આદિવાસીના નામે મત મંગાયા તો શું રાષ્ટ્રપતિ બનવાથી તે આદિવાસી રહ્યા નથી ? તેઓ ચમચાગીરીમાં લુપ્ત છે. મને અફસોસ છે કે એસટી-એસસીના નામ પર અનેક લોકો પદ પર આવે છે પછી ચૂપ થઇ જાય છે.

જો કે બાદમાં તેમણે પોતાના વિધાનો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ મારા અંગત વિધાનો છે, કોંગ્રેસ પક્ષના નથી અને હું તેને વળગી રહુ છું.


Related News

Advertisement
Advertisement
Advertisement