50 બેઠકો પર કોંગ્રેસમાં ‘સીંગલ’ નામ: દિવાળી પુર્વે પ્રથમ યાદી જાહેર થશે

06 October 2022 04:46 PM
Gujarat Politics
  • 50 બેઠકો પર કોંગ્રેસમાં ‘સીંગલ’ નામ: દિવાળી પુર્વે પ્રથમ યાદી જાહેર થશે

વર્તમાન ધારાસભ્યોમાંથી બે-ચારને બાદ કરતા તમામને ફરી ટીકીટ : 132 જેટલી બેઠકો માટે બે થી ચાર નામની પેનલ: બે દિવસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક શરૂ- આંતરિક સર્વે સહિતના પાસાઓને લક્ષ્યમાં રાખીને આખરી પસંદગી થશે

રાજકોટ તા.6
વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર રણનીતિ ઘડવાની સાથોસાથ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા થવા જ લાગી છે. કેટલાંક દિવસોથી અટવાઈ પડેલી આ પ્રક્રિયા આજે આગળ ધપી હોય તેમ કોંગ્રેસે સ્ક્રીનીંગ સમીતીની બેઠક યોજી છે. દિવાળી પુર્વે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાના સંકેત છે. કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનપદે રમેશ ચેન્નીથલા છે.

તેમની હાજરીમાં બે દિવસની બેઠક આજથી શરૂ કરવામાં આવી હતી. રાજસ્થાનના ધમાસાણ તથા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને કારણે બેઠક ઢીલમાં પડી હતી. સ્ક્રીનીંગ કમીટીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા તથા પ્રભારી ડો. રઘુ શર્માને પણ હાજર રાખવામાં આવ્યા છે. સૂત્રોએ એમ કહ્યું કે પાર્ટીએ અગાઉ જ દાવેદારોની અરજી મંગાવી લીધી હતી. 182 બેઠકો માટે જુદા-જુદા વિસ્તારોમાંથી 900થી વધુ નેતાઓ-આગેવાનોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. નિરીક્ષકોએ તમામ દાવેદારોને રૂબરૂ સાંભળીને રીપોર્ટ સોંપી દીધો હતો.

કોંગ્રેસે પણ બેઠકવાઈઝ સર્વે કરાવ્યો હતો અને તેના આધારે દાવેદારોના નામોની સ્કૂટીની કરવામાં આવી હતી. સ્ક્રીનીંગ કમીટી હવે પેનલમાં પેશ થયેલા નામોના આધારે ચર્ચા વિચારણા કરીને યાદી તૈયાર કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે 50 જેટલી બેઠકોમાં સીંગલ નામો છે જયારે અન્ય 130 જેટલી બેઠકોમાં બે થી ચાર નામોની પેનલ બનાવવામાં આવી છે. સીંગલ નામ ધરાવતી બેઠકો પર વ્હેલીતકે ઉમેદવાર જાહેર કરવાનો વ્યુહ અપનાવવામાં આવ્યો છે. આગામી 15થી20 ઓકટોબર દરમ્યાન 50 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

આ યાદીમાં કેટલાંક ધારાસભ્યોના નામો પણ સામેલ હોઈ શકે છે. કોંગ્રેસે મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવાનું નકકી કર્યુ જ છે પરંતુ વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ છોડીને એકાએક ભાજપનો ખેસ પહેરી લેતા કેટલાક અન્ય ધારાસભ્યો પણ શંકાના ઘેરાવામાં આવી ગયા છે. કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ એવું જાહેર કર્યુ છે કે બે-ચાર ધારાસભ્યોને બાદ કરતા કોંગ્રેસ અન્ય તમામને ટીકીટ આપશે. દિવાળી પુર્વે પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. ચાર તબકકામાં તમામ 182 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.

ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાતાની સાથે જ કોંગ્રેસના ચૂંટણી દાવેદારોમાં ઉતેજના શરૂ થઈ છે. સૂત્રોએ કહ્યું કે પ્રક્રિયા આગળ ધપવાની સાથે જ અનેક દાવેદારોએ વગનો ઉપયોગ કરવા સહિતના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે, કોંગ્રેસે જીતી શકે તેવા આગેવાનોને જ ઉમેદવાર બનાવવાનું સ્પષ્ટ કરી દીધુ છે.સૂત્રોએ કહ્યું કે ઉમેદવારો-દાવેદારોની પેનલ બનાવવામાં દાવેદારની વ્યક્તિગત લોકપ્રિયતા, જીતવાની તાકાત, વફાદારી તથા સામાજીક સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યા છે. કોંગ્રેસે કરાવેલા આંતરિક સર્વેના રિપોર્ટને પણ લક્ષ્યમાં લેવાયો છે.


કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહે૨ો જાહે૨ નહીં ક૨ે
વિધાનસભ્યો જ મુખ્યમંત્રી પસંદ ક૨ે તેવી કોંગ્રેસની પ૨ંપ૨ા છે : ડો.૨ઘુ શર્મા
કોંગ્રેસના પ્રભા૨ી ડો. ૨ઘુ શર્માએ જાહે૨ ર્ક્યુ હતં કે વિધાનસભા ચૂંટણીમાં પાટીલ મુખ્યમંત્રીપદનો કોઈ ચહે૨ો જાહે૨ નહીં ક૨ે. કોંગ્રેસ ક્યા૨ેેય ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રીનું નામ જાહે૨ ક૨તી નથી. પાર્ટીની આવી પ૨ંપ૨ાજ નથી. ભુતકાળમાં પણ ક્યા૨ેય આવુ ર્ક્યુ નથી. ઉમેદવા૨ોની પસંદગી જાહે૨ાતને લાગેવળગે છે ત્યાં સુધી 3 થી 4 તબકકામાં ઉમેદવા૨ો જાહે૨ ક૨વામાં આવશે. પ્રથમ યાદી દિવાળી અગાઉ ઘોષીત ક૨ી દેવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement