10 ઓકટોબરે વડાપ્રધાન મોદીનું રાત્રી રોકાણ રાજકોટમાં? : 11મીએ જામકંડોરણામાં સભા ગજવશે

06 October 2022 04:49 PM
Jamnagar Gujarat Rajkot Saurashtra
  • 10 ઓકટોબરે વડાપ્રધાન મોદીનું રાત્રી રોકાણ રાજકોટમાં? : 11મીએ જામકંડોરણામાં સભા ગજવશે

રાજકોટ, તા. 6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10 અને 11ના રાજકોટ અને જામનગરની મુલાકાતે આવી રહ્યા હોય, વહીવટી તંત્ર તૈયારીઓમાં ગુથાઇ જવા પામી છે. વડાપ્રધાન મોદી 10 ઓકટોબરના જામનગરના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. જે બાદ તેઓ રાત્રી રોકાણ રાજકોટના સર્કિટ હાઉસમાં કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી રાજકોટ સર્કિટ હાઉસમાં તા.10ના રાત્રી રોકાણ કરી તા.11ના જામકંડોરણામાં જનસભાને સંબોધીત કરનાર છે. વડાપ્રધાન મોદીના નિયત થયેલા ગુજરાત પ્રવાસમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે તા.10ના આવી પહોંચ્યા બાદ તેઓ પ્રથમ ભરૂચ અને ત્યારબાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ તેઓ રાજકોટ ખાતે આવી સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે એટલે કે તા.11ના જામકંડોરણા ખાતે જનસભાને ગજવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement