નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા

06 October 2022 05:10 PM
Rajkot Gujarat
  • નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા
  • નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા
  • નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા
  • નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા
  • નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા
  • નેશનલ ગેમ્સમાં સોળે કળાએ ખીલતાં ભારતના ફ્યુચર સ્ટાર: અનેક રેકોર્ડ બન્યા-અનેક તૂટ્યા

► સરકારની ઝીણામાં ઝીણી તૈયારીને કારણે હજુ સુધી ક્યાંય પણ અવ્યવસ્થા નહીં; લોકો-ખેલાડીઓ ખુશખુશાલ

રાજકોટ, તા.6 : રાજકોટ સહિત આખા ગુજરાતમાં રમાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સમાં ભારતના ફયુચર સ્ટાર મતલબ કે ભવિષ્યના સીતારાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને સરકાર દ્વારા નેશનલ ગેમ્સ માટે ભલે તૈયારીમાં ઓછો સમય મળ્યો આમ છતાં કરેલી ઝીણવટપૂર્વકની તૈયારીને કારણે રાજકોટ જ નહીં બલ્કે નેશનલ ગેમ્સ રમાઈ રહી છે તે એક પણ શહેરમાં ક્યાંય પણ અવ્યવસ્થા થયાનું બહાર ન આવતાં સરકારની સાથે સાથે ખેલાડીઓ અને રમતપ્રેમીઓની ખુશીનો પાર રહ્યો નથી. બીજી બાજુ રમત-ગમત હોય એટલે તેમાં રેકોર્ડ બનતાં જ હોય છે અને પાછલા રેકોર્ડ તૂટતાં જ હોય છે. જો કે આ વખતની નેશનલ ગેમ્સમાં પાછલી ટૂર્નામેન્ટ કરતાં વધુ પ્રમાણમાં રેકોર્ડ બન્યા છે તે વાતની ગવાહી છ દિવસ દરમિયાન રમાયેલી ગેમ્સ પરથી આવી જાય છે.

► સ્વિમિંગમાં કર્ણાટકની તનીષી ગુપ્તાએ માત્ર 29.05 સેક્ધડમાં 50 મીટર બટરફ્લાય તરણ કર્યું પૂર્ણ: મહારાષ્ટ્રની જ્યોત્સના પાનસરેએ 29.12 સેક્ધડનો બનાવ્યો મીટ રેકોર્ડ: હવે ફાઈનલમાં એક-એકથી ચડિયાતા સ્વિમરો વચ્ચે થશે ટક્કર

આ માટે ખેલાડીઓની મહેનત તો રંગ લાવી જ રહી છે સાથે સાથે સરકાર દ્વારા ગેમ્સ માટે ઉભી કરવામાં આવેલી તૈયારીઓને પણ એટલો જ જશ આપવો જરૂરી બની જાય છે કેમ કે કોઈ પણ ખેલાડીને પૂરતું ઈન્ફ્રાસ્ટ્રકચર મળે એટલે તે પોતાનામાં રહેલું રમતકૌશલ્ય બતાવવામાં જરા પણ પાછીપાની કરતો હોતો નથી. દરમિયાન આજે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ પર રમાયેલી નેશનલ સ્વિમિંગ કૉમ્પિટીશનમાં અનેક રેકોર્ડ નવા બનવા પામ્યા છે તો અનેક રેકોર્ડ તૂટી પણ ગયા છે. આજના દિવસથી વાત કરવામાં આવે તો મહિલાઓની 50 મીટર બટરફ્લાય ઈવેન્ટમાં મહારાષ્ટ્રની જ્યોત્સના પાનસરેએ 29.12 સેકન્ડમાં જ પોતાનું તરણ પૂર્ણ કરી લીધું હતું. આવી જ રીતે કર્ણાટકની તનિષી ગુપ્તાએ માત્ર 29.5 સેકન્ડમાં જ પોતાની ગેમ પૂર્ણ કરી એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરી બતાવ્યો છે.

► ઓલિમ્પિયન માના પટેલે 1 મિનિટ 05 સેક્ધડ 85 માઈક્રો સેક્ધડના સમયમાં 100 મીટર બેકસ્ટ્રોકની ફાઈનલ માટે કર્યું ક્વોલિફાય: હવે ફાઈનરમાં કર્ણાટકની રિદ્ધિમા, મહારાષ્ટ્રની પલક જોશી, શાલિની દીક્ષિત, ગોવાની શ્રુંગી બાંદેકર વચ્ચે મુકાબલો

આવી જ રીતે હરિયાણશની દિવ્યા સતીજાએ 28.76 સેકન્ડનો સમય લઈ વોલ્યુમમાં ક્રેન્ક કરવા ઉપરાંત ફરીથી માર્ક ઘટાડવા માટે વધુ ડ્રામા સ્ટોર કર્યો હતો. દિવ્યાએ સાંજે તેના શ્રેષ્ઠ દેખાવ માટે પ્રયત્નશીલ રહેવું પડશે કેમ કે તનીષી, નીના વેંકટેશ (29.12 સેકન્ડ) અને સ્પ્રિન્ટ ક્વિન અવંતિકા ચવ્હાણ (29.26 સેકન્ડ) ફાઈનલમાં તેની રાહ જોઈ રહ્યા છે. આવી જ રીતે ઑલિમ્પિયન અને ગુજરાતનું ગૌરવ એવી માના પટેલે 1 મિનિટ 5 સેકન્ડ અને 85 માઈક્રો સેકન્ડના સમમાં મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોકની ફાઈનલમાં ક્વોલિફાય કરતી વખતે લાઈનની આગેવાની લીધી હતી. જ્યારે તે સાંજે પુલમાં પરત ફરતી વખતે કંઈક અનામત રાખતી હતી. ગુજરાત આઈકોન તેના 1.05.32ના મીટ રેકોર્ડથી થોડું ચૂકી જવા પામી હતી. હવે ફાઈનલમાં તે કર્ણાટકની રિદ્ધિમા વીરેન્દ્રકુમાર (1:06.56) અને શાલિની દિક્ષીતની જોડી પાસેથી સખત સ્પર્ધાની અપેક્ષા રાખી શકે છે.

► ઓલિમ્પિક ખેલાડી એવા કર્ણાટકના શ્રી હરિ નટરાજ 100 મીટર બેકસ્ટ્રોક-50 મીટર બટરફ્લાય હિટસના ફાઈનલમાં પહોંચ્યા: હવે સેનાના ઝેવિયર ડિસોઝા ઉપરાંત દિલ્હીના તન્મય દાસ, પશ્ચીમ બંગાળના સૌમ્યજીત શાહા સાથે ફાઈનલમાં થશે મહામુકાબલો

જેમાં મહારાષ્ટ્રની પલક જોષી અને ગોવાની શ્રુંગી બાંદેકર તેની સામે ટકરાશે. કર્ણાટકના ઓલિમ્પિયન ખેલાડી શ્રીહરિ નટરાજે પણ પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક અને પુરુષોની 50 મીટર બટરફ્લાય હિટસના ફાઈનલમાં પોતાનું નિયુક્ત સ્થાન મેળવ્યું હતું. જ્યારે તે શોર્ટ ઈવેન્ટમાં 25.12ના સમય સાથે ટેબલમાં ટોચ પર રહ્યો હતો. ત્યારે તેને સર્વિસીસના વિનાયક વી.દ્વારા બીજા સ્થાને પરાજિત કરવામાં આવ્યો હતો જેમણે 58.44થી નટરાજના 58.71નો સમય લીધો હતો. સર્વિસીઝના ઝેવિયર ડિસોઝા, તન્મય દાસ (દિલ્હી) સૌમ્યજીત સાહા (પશ્ચીમ બંગાળ) વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે. 50 મીટર બટરફ્લાય ફાઈનલમાં આજે ગોલ્ડન ડબલ માટે શ્રી હરિની શોધ એ પડકાર પર ટકી રહેશે કે કેરળના સાજન પ્રકાશ (25.19), તમીલનાડુના બેનેડિક્ટન રોહિત (25.21), હર્ષ સરોહા (25.33) જેવા ખેલાડીઓ આ બધાની જેમ પોઝ આપી શકે છે.

► રાજકોટ હૉકી તેમજ સ્વિમિંગમાં બન્યું અનેક રેકોર્ડનું સાક્ષી; હજુ ઘણા રેકોર્ડ બનશે તો ઘણા જ તૂટશે: ખેલાડીઓનો ઉત્સાહ સાતમા આસમાને

મહિલાઓની 1500 મીટર ફ્રી સ્ટાઈલ અને પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્યમાં બધાની નજર કર્ણાટકની હાશિકા રામચંદ્ર પર રહેશે કારણ કે તેણીએ ભવ્ય સચદેવા (દિલ્હી), અનુભવી રુચિ મિશ્રા (મધ્યપ્રદેશ) અને વૃત્તિ અગ્રવાલ (તેલંગણા)ની સ્ટારકાસ્ટ સાથે ચોથા વ્યક્તિગત ગોલ્ડ મેડલ માટે આગળ વધી છે. એકંદરે આ ચારેય વચ્ચે જોરદાર મુકાબલો થશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. પુરુષોની 800 મીટર ફ્રી-સ્ટાઈલ રેસમાં રેકોર્ડધારક સાજન પ્રકાશ (9:15.49), અનિશ ગૌડા (કર્ણાટક), અદ્વૈત પેજ (મધ્યપ્રદેશ), આર્યન નેહરા, દેવાંશ પરમાર (ગુજરાત) અને તેના તાજને જાળવી રાખવા માટે સખત મહેનત કરશે. ગ્લેમર બોય વેદાંત માધવન (મહારાષ્ટ્ર) પણ મેદાનમાં છે. લગભગ આ તમામ નામો એક એકથી ચડિયાતા હોવાથી તમામ વચ્ચે કાંટે કી ટક્કર થવી નિશ્ચીત છે.


Related News

Advertisement
Advertisement
Advertisement