સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધે તેવા અસરકારક પગલા લેવા તેલીબીયા સંગઠનની સરકારમાં રજૂઆત

06 October 2022 05:20 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધે તેવા અસરકારક પગલા લેવા તેલીબીયા સંગઠનની સરકારમાં રજૂઆત

મગફળી વાવેતર-પાકને વીમા કવચ સહિતના લાભો-સહાય મળે તો વાવેતરમાં વધારો થવાની શકયતા

રાજકોટ તા.6
સૌરાષ્ટ્રની ખેતીમાં મગફળી અને કપાસ બે મુખ્ય પાકો છે ચોમાસુ ઋતુમાં પ્રમાણસર વરસાદથી મગફળી-કપાસનો પાકમાં ઉત્પાદન થયું છે જેમાં કપાસનો ભાવ સારો મળતા આગામી ખરીફ સીઝનમાં ખેડૂતોનો કપાસના વાવેતર પરનો ઝુકાવ વધારે રહે તે સ્વાભાવિક છે જેને કારણે મગફળી વાવેતરમાં ઘટાડો (કાપ) આવે તેવી શકયતા છે તેવા અનુમાનને ધ્યાને લઈ ખાદ્ય તેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુક સમીર શાહે રાજયના કૃષિમંત્રીને લેખીત રજુઆત સાથે મહત્વના સૂચનો રજૂ કર્યા છે.

રજુઆતમાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું છે આપણા દેશમાં ખાદ્યતેલની મોટી ખાધ છે અને દર વર્ષે આપણે આપણી ખાદ્યતેલની જરૂરીયાતના 65% જેટલું તેલ વિદેશોથી આયાત કરવું પડે છે. તેવા સમયે મગફળી જેવા વધુ માત્રામાં તેલની ટકાવારી ધરાવતા તેલીબીયાનું ઉત્પાદન ઘટે તો તે આપણા દેશના અર્થતંત્ર પર ઘાતક અસરકારક નિવડે અને ખાદ્યતેલ ક્ષેત્રે સ્વાવલંબી બનવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન નિષ્ફળતા પ્રાપ્ત કરે.

આમ સૌરાષ્ટ્રમાં કે જે મગફળી ઉત્પાદનનું સૌથી મોટું હબ છે ત્યાં જો મગફળીના વાવેતરમાં મોટો કાપ આવે તો તે અર્થતંત્રને નુકશાનકર્તા બની રહેશે. મગફળી અને તેમાંથી પેદા થતા સીંગતેલમાં ભરપુર પોષક દ્રવ્યો રહેલ છે અને તેમનું મોટું ઉત્પાદન અને બહોળો ઉપયોગ દેશની ખાદ્ય તેલની ખાધ અને કુપોષણની સમસ્યા બંનેનો ઉકેલ લાવી શકે છે. મગફળીનું ઓછું ઉત્પાદન થાય તો તેમાંથી પેદા થતા સીંગતેલના ભાવો વધે. તો બુમરાણ મચે છે.

રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન જળવાઈ રહે તે જોવું જરૂરી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જયાં પાણીની સગવડ છે ત્યાં આગામી વૈશાખ માસથી જ ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ જતુ હોય છે તો તે પહેલા ખેડૂતોને મગફળીનું વાવેતર કરવાનો ઉત્સાહ રહે તે માટે ત્વરિત પગલા લેવા જોઈએ. આ માટે મગફળી વાવેતર પર કોઈ પ્રકારનું બોનસ/ રોકડ સહાય/ એડીશ્નલ વીમા કવચ વગેરે પ્રકારના લાભો જો સરકાર તરફથી જાહેર કરાય તો આ વાવેતરમાં ઘટાડો ન થાય. આ દિશામાં શિઘ્ર કોઈ નકકર પગલા લેવા માંગણી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement