ગુજરાતી વાતાવરણની માધુરી દીક્ષિતની હિન્દી ફિલ્મ ‘મજા માં’ માં મજા નથી આવતી

06 October 2022 05:30 PM
Entertainment Gujarat India
  • ગુજરાતી વાતાવરણની માધુરી દીક્ષિતની હિન્દી ફિલ્મ ‘મજા માં’ માં મજા નથી આવતી

નબળા પાત્રે માધુરીના જાદુને ઝાંખો કર્યો

મુંબઈ: ‘મન મા’ આ ગુજરાતી શબ્દનો અર્થ થાય છે, મજામાં છું બધું ઠીક છે પરંતુ માધુરી દીક્ષિતની નવી ફિલ્મ ‘મજા મા’ દર્શકોને કોઈ રીતે ‘મજા’ નથી કરાવતી! એકચ્યુલી ગુજરાતી વાતાવરણની કથા વસ્તુ ધરાવતી આ હિન્દી ફિલ્મ છે.

‘મજા મા’ની વાર્તામાં ન્યુ મિલેનિયમ્સ જેવું ઘણું બધું છે. અમેરિકામાં વસતા એક ધનાઢય દંપતીને પોતાની દીકરી માટે એક સંસ્કારી, પારંપરિક અને કુંવારો યુવક જોઈએ છે કે જે દીકરી સાથે ધનદોલતની લાલચમાં લગ્ન ન કરતો હોય અને આ બાબત જાણવા સંભવિત વરનો લાઈ ડિરેકટર ટેસ્ટ પણ થાય છે. પ્રેમ આંધળો હોય છે તેમ કરોડરજજુ વિનાનો પણ હોય છે. આ બાબત ફિલ્મ ‘મજા મા’ના આ દ્દશ્યમાં કોશિશ કરાઈ છે ખેર, મામલો અમેરિકાથી ગુજરાત આવે છે.

ઓથેન્ટિક અને રૂટેડ ફેમીલીની તલાશમાં રહેલા અમેરિકી દંપતીને એ વાત પર ગૌરવ છે કે તેમની દીકરી ‘વર્જિન’ છે. પ્રગતિવાદી સિનેમા હોવાની કોશિશ કરતા કરતા ફિલ્મ ‘મજા મા’ એકદમ માથે પડે છે. દીકરીની મા ખુદને સમલૈંગિક કહે છે.

લગ્નના 30 વર્ષ બાદ તે આ વાત કરે છે. દીકરી સમલૈંગિક અને લૈંગિક પસંદ કરનારાઓની હિમાયતી છે. કંઈક અલગ બનાવવાના ચકકરમાં ફિલ્મના લેખક આનંદ તિવારી મનોરંજનની ધારાથી દૂર ધકેલાઈ ગયા છે.

ફિલ્મના નિર્દેશક આનંદ તિવારી તેમની નિર્દેશકીય દ્દષ્ટિ કરતા વધુ તોમની નવા દોરની સમજ પર સવાલ કરે છે. કયો દીકરો તેની માતાનો લાઈ ડિરેકટર ટેસ્ટ માટે રાજી થશે તેની કોઈ ધનાઢય પરિવાર સાથે લગ્ન થાય અને એવો કયા પિતા હશે જેને 2022માં ‘વર્જિન’ શબ્દનો અર્થ ખબર ન હોય. માધુરીએ આવી નબળી કથા પર બનેલી ફિલ્મમાં કામ ન કર્યું હોત તો સારું હોત. ફિલ્મના અન્ય પાત્રો પણ અધુરા ઘડા જેવા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement