‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મ ટુંક સમયમાં OTT પ્લેટફોર્મ પર

06 October 2022 05:32 PM
Entertainment India
  • ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મ ટુંક સમયમાં OTT પ્લેટફોર્મ પર

ફિલ્મ ઓટીટી પર આવતા વર્ષે આવવાની હતી પણ ટિકીટબારી પણ નિષ્ફળતાથી વહેલી રિલીઝ થશે

મુંબઈ તા.6
આમિરખાન અને કરીનાકપુર સ્ટારર ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’, સિનેમા હોલમાં 11 ઓગષ્ટે રક્ષા બંધનના તહેવારમાં રિલીઝ થઈ હતી. પરંતુ બોકસ પર આ ફિલ્મ પિટાઈ ગઈ હતી. આ ફિલ્મના બોયકોટે પણ ફિલ્મની આવક પર મોટી અસર પાડી હતી. હવે આ ફિલ્મ ટુંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી હોવાના અહેવાલ છે.

આમીરખાન અગાઉથી જ એક વાત સ્પષ્ટ કરી ચૂકયો હતો કે થિયેટર રિલીઝના એક મહિના બાદ જ તે ઓટીટી પર ‘લાલસિંહ ચઢ્ઢા’ની રિલીઝ ઓટીટી પ્લેટફોર્મ પર કરશે.

આ ફિલ્મ નેટફિલક પર રજૂ થશે. નેટફિલકસ ઈન્ડીયાએ સોશ્યલ મીડીયા પર ‘લાલસિંહ ચઢ્ઢા’ સંબંધીત પોસ્ટ મૂકી છે- આપના પોપકોર્ન અને પાણીપુરી તૈયાર કરી લો, કારણ કે ‘લાલસિંહ ચઢ્ઢા’ હવે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મને આગામી વર્ષે ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતા, પણની અસફળતાને પગલે મેકર્સે ઝડપથી ઓટીટી પર રજૂ કરવાનો ફેસલો લીધો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement