સંસ્કાર ધામ સ્પોટર્સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની

06 October 2022 05:48 PM
Ahmedabad Gujarat
  • સંસ્કાર ધામ સ્પોટર્સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની
  • સંસ્કાર ધામ સ્પોટર્સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની
  • સંસ્કાર ધામ સ્પોટર્સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની
  • સંસ્કાર ધામ સ્પોટર્સ એકેડેમી, અમદાવાદ ખાતે કમ્પાઉન્ડ રાઉન્ડ આર્ચરી ગેમ્સની ભવ્ય મેડલ સેરેમની

► ‘36મી નેશનલ ગેમ્સ-2022’, ‘જુડેગા ઇન્ડિયા, જિતેગા ઇન્ડિયા’

► કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ અને વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગ, માર્ગ અને મકાન (રા.ક.), ગુજરાત સરકારના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે આર્ચરી કમ્પાઉન્ડ રાઉન્ડમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા

► કમ્પાઉન્ડ આર્ચરી, વિમેન્સમાં મહારાષ્ટ્ર ટીમે ગોલ્ડ, આંધ્રપ્રદેશની ટીમે સિલ્વર અને પંજાબની ટીમે બ્રોન્ઝ મેડલ અંકે કર્યો

► ગુજરાતે ટુંકા સમયમાં નેશનલ ગેમ્સ-2022નું આયોજન કર્યુ, આપ સૌ મેડલ વિનર્સને ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાત સરકારના રા.ક. મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા

► કમ્પાઉન્ડ વ્યકિતગત મેન્સ આર્ચરીમાં હરિયાણાના રિશભ યાદવે ગોલ્ડ મેડલ જીત્યો: કમ્પાઉન્ડ વ્યકિતગત વિમેન આર્ચરીમાં મહારાષ્ટ્રની અદિતી સ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ

► કમ્પાઉન્ડ મિક્ષ ટીમ આર્ચરીમાં ગોલ્ડ મેડલ પર પંજાબ અને સિલ્વર પર દિલ્હીની ટીમનો કબ્જો: કમ્પાઉન્ડ આર્ચરી, મેન્સમાં દિલ્હીની મેન્સ ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, દ્વિતીય ક્રમ પંજાબ અને તૃતીય ક્રમાંક પર મહારાષ્ટ્ર મેડલ વિજેતા બન્યું

અમદાવાદ,તા.6
36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત ગત રોજ સંસ્કાર ધામ સ્પોટર્સ અકાદમી, બોપલ- અમદાવાદ ખાતે ખો-ખો સ્પોટર્સ ઇવેન્ટની ભવ્ય મેડલ સેરેમની સંપન્ન થઇ હતી. આજે આર્ચરી ગેમ્સમાં કમ્પાઉન્ડ રાઉન્ડ માટે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ અને વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી વિભાગ, માર્ગ અને મકાન (રા.ક.), ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મેડલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે આર્ચરી કમ્પાઉન્ડ રાઉન્ડમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને મેડલ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના રા.ક. મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ પ્રાસંગિક સ્પીચ આપતા જણાવ્યું કે, ગુજરાતે ખૂબ જ ટુંકા સમયમાં નેશનલ ગેમ્સ-2022નું આયોજન કર્યુ છે અને 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનું આયોજન થયું છે, આપણે સૌ ઉત્સાહિત છીએ.

ગુજરાત સરકારના રા.ક. મંત્રીશ્રીએ સૌ મેડલ વિનર્સને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કમ્પાઉન્ડ વ્યકિતગત મેન્સ આર્ચરીમાં હરિયાણાના રિશભ યાદવે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને કમ્પાઉન્ડ વ્યકિતગત વિમેન આર્ચરીમાં મહારાષ્ટ્રની અદિતી સ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ બની હતી. કમ્પાઉન્ડ મિક્ષ ટીમ આર્ચરીમાં ગોલ્ડ મેડલ પર પંજાબ અને સિલ્વર પર દિલ્હીની ટીમનો કબ્જો રહ્યો. કમ્પાઉન્ડ આર્ચરી, મેન્સમાં દિલ્હીની મેન્સ ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, દ્વિતીય ક્રમ પંજાબ અને તૃતીય ક્રમાંક પર મહારાષ્ટ્ર મેડલ વિજેતા બન્યું હતું.

કમ્પાઉન્ડ આર્ચરી, વિમેન્સમાં મહારાષ્ટ્ર ટીમે ગોલ્ડ, આંધ્રપ્રદેશની ટીમે સિલ્વર અને પંજાબની ટીમે બ્રોન્ઝ મેડલ અંકે કરીને જીતની શાનદાર ખુશી વ્યકત કરી હતી. સંસ્કાર ધામ સ્પોટર્સ અકાદમી, અમદાવાદ વેન્યુ-2 ખાતે આર્ચરીમાં કમ્પાઉન્ડ રાઉન્ડમાં વિવિધ રાજયોની વિમેન અને મેન્સ ટીમોએ પોતાની તીરંદાજી ક્ષમતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અંકે કરવા અને મેડલ્સ માટે પોતાનો દાવો મજબૂત કરવા માટે સ્પર્ધામાં અદ્ભૂત તીરંદાજી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement