દશેરા રેલીમાં ઉદ્ધવે શિંદેને કટપ્પા કહ્યા; તો જવાબ મળ્યો હું ગદ્દાર નહી ગદ્દર છું

06 October 2022 05:51 PM
India Politics
  • દશેરા રેલીમાં ઉદ્ધવે શિંદેને કટપ્પા કહ્યા; તો જવાબ મળ્યો હું ગદ્દાર નહી ગદ્દર છું

◙ મુંબઈમાં શિવસેનાના બે જૂથ દ્વારા સમાંતર શક્તિ પ્રદર્શન

◙ ઉદ્ધવ ઠાકરે જૂથે શિવાજીપાર્કમાં-શિંદે જૂથે બ્રાન્દ્રા કુર્લા કોમ્પ્લેકસમાં દશેરા રેલી યોજી

◙ ઉદ્ધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને પણ ઝપટમાં લીધા: મારી જમીન નહી- ચીન-પાક પાસેથી જમીન પાછી મેળવો

◙ ઉદ્ધવે સતા માટે બાલાસાહેબને ગાળો દેનાર સાથે જઈને બેઠા: એકનાથનો પ્રહાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથ વચ્ચેના દશેરા, રેલી શક્તિપ્રદર્શનમાં એક તરફ ઉદ્ધવ ઠાકરેએ અલગ પડેલા જૂથના વડા અને રાજયના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રહાર કર્યા હતા જેના જવાબમાં મુંબઈમાં સમાંતર રેલી યોજીને બાગી નેતા અને રાજયના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેએ આક્ષેપ કર્યો કે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના હીન્દુત્વને કોંગ્રેસના હાથે વેચી દીધું હતું.

તેઓએ પોતાના પર ગદ્દારના આક્ષેપો નકારતા કહ્યું કે હું ગદ્દાર નથી. દશેરાને દિને શિવસેનાના શક્તિપ્રદર્શન તથા આગામી રાજકીય નીતિ અંગે મળતા માર્ગદર્શનમાં ગઈકાલથી બે સમાંતર રેલી વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથનું શક્તિ પ્રદર્શન બની ગયું. ઉદ્ધવ ઠાકરે જૂથને કાનૂની લડાઈ બાદ દર વર્ષે જયાં સેનાના દશેરા રેલી યોજાય છે તે શિવાજી પાર્ક ખાતે અને એકનાથ શિંદે જૂથ દ્વારા મુંબઈના જ બ્રાન્દ્રા-કુર્લા કોમ્પ્લેકસ મેદાનમાં યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. બન્ને રેલીમાં શિવસેનાના સ્થાપક સ્વ. બાલ ઠાકરેને સન્માન આપવામાં આવ્યુ હતું અને તેમની ખાસ ખુરશી રખાઈ હતી. જે ખાલી રખાઈ હતી. શિંદે જૂથે મંચ પર 51 ફુટ લાંબી તલવારનું શસ્ત્રપૂજન કર્યુ હતું જે માટે છેક અયોધ્યાથી મહંત ખાસ બોલાવાયા હતા.

ઉદ્ધવ ઠાકરે એ એકનાથ શિંદેને જ નિશાન બનાવતા કહ્યું કે મને એક જ વાત ખટકે છે કે જયારે હું હોસ્પીટલમાં ભરતી હતો તો એ તેને સરકારની જવાબદારી સોપી હતી પણ તે કટપ્પા સાબીત થયા તે એવું વિચારતા હતા હું કદી હોસ્પીટલથી પાછો નહી આવું.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને પણ નિશાન બનાવતા કહ્યું કે મને ભાજપે હિન્દુત્વ શિખવવાની જરૂર નથી. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે પોતાના જન્મદિને પાકના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા ગયા હતા તેની પાસેથી હિન્દુત્વ શિખવાની જરૂર નથી. અમિત શાહનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને જમીન દેખાડવાની વાત કરે છે પણ પાકિસ્તાને જે જમીન કબ્જે કરી છે તે પાછી લઈને બતાવે ચીન જયાં કબ્જો કર્યો છે તે જમીન પાછી લઈ દર્શાવે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બીકેસી ગ્રાઉન્ડની રેલીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે આ મેદાનમાં જે શિવ સૈનિકો આવ્યા છે તે દર્શાવવા પુરતું છેકે અસલી શિવસેના કયાં છે. તેઓએ કટપ્પા વિધાનનો જવાબ આપતા કહ્યું કે કટપ્પાને સ્વાભિમાન હતું તે તમારી જેમ બેવડા માપદંડ ધરાવતા ન હતા. જેણે બાલાસાહેબના સ્વપ્ન કલમ 370 નાખી અને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણના સ્વપ્ન પુરા કર્યા છે તેની મજાક ઉડાવે છે અને સતાની લાલચમાં જેઓ બાલ ઠાકરેની ટીકા કરી હતી તેની સામે તેઓ ગયા હતા.

ઉદ્ધવની રેલીમાં ખુદનો પરિવાર: શિંદે સાથે ઠાકરે પરિવાર
ગઈકાલે ઉદ્ધવ ઠાકરેની રેલીમાં તેમના પત્ની તથા બે પુત્રો હાજર હતા અને પક્ષના કેટલાક સાંસદો-ધારાસભ્યો હતા પણ મહત્વનું એકનાથ શિંદેના પરિવાર સાથે ઉદ્ધવના ભાઈ જયદેવ ઠાકરે અને ઉપરાંત તેના પુર્વ પત્ની સ્મિતા ઠાકરે તથા તેમનો પુત્ર નિહાર ઠાકરે હતા. ઉદ્ધવ એ બાલાસાહેબનો પૌત્ર છે અને ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલના જમાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement