સવારે-રાત્રે ઠંડક અને બપોરે આકરી ગરમી સાથે મિશ્ર ઋતુ અનુભવતા રાજકોટ વાસીઓ

06 October 2022 05:53 PM
Rajkot Saurashtra
  • સવારે-રાત્રે ઠંડક અને બપોરે આકરી ગરમી સાથે મિશ્ર ઋતુ અનુભવતા રાજકોટ વાસીઓ

બે દિવસથી બપોરે 36 ડિગ્રી નજીક પહોંચી જતુ તાપમાન: આજે 35.4 ડિગ્રી

રાજકોટ,તા.6
ચોમાસાની વિદાય રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વ્હેલી સવારે અને રાત્રે ઠંડક તથા બપોરે આકરી ગરમીનો અનુભવ લોકોનો થઈ રહ્યો છે.

ખાસ કરીને છેલ્લા બે -ત્રણ દિવસથી રાજકોટનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નજીક પહોંચવા લાગ્યું છે. આથી બપોરે આકરો તાપ દાઝે છે.દરમ્યાન આજે સવારે થોડીવાર માટે આકાશમાં વાદળો છવાયા બાદ બપોરે 2.30 કલાકે ફરી તાપે પરસેવો છોડાવ્યો હતો.

બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયુ હતું. જયારે બપોરે હવામાં ભેજ 43 ટકા રહ્યો હતો. અને પવનની ઝડપ 18 કી.મી પ્રતિ કલાક રહેવા પામી હતી.

આ ઉપરાંત આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી, નોંધાયું હતું. જયારે સવારે હવામાં ભેજ 86 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 11 કી.મી નોંધાવા પામી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement