ચૂંટણીમાં એક મોડેલ-એક મહિલા સંચાલિત બૂથ હશે

06 October 2022 05:57 PM
Rajkot Gujarat Politics
  • ચૂંટણીમાં એક મોડેલ-એક મહિલા સંચાલિત બૂથ હશે

જિલ્લાના 8 વિધાનસભા ક્ષેત્રમાં તૈયાર કરાશે : વિજીલન્સ-મોનીટરીંગ એપનું લોન્ચીંગ : નાણાકીય અને નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે ખાસ પ્રબંધો : કાલે કલેક્ટર સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી સેન્ટરની લેશે મુલાકાત : 907 સંવેદનશીલ બુથો પર રખાશે ચાંપતી નજર

રાજકોટ,તા. 6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થતાની સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ ઇલેકશન મોડમાં આવી જવા પામેલ છે. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કર્મચારીઓ-સવેલન્સ સ્ટાફ, સ્ટેટીકલ સ્કવોડની તાલીમ પણ શરુ કરી દેવામાં આવી છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું હતું કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ શહેર-જિલ્લાનાં આઠ વિધાનસભા ક્ષેત્રમાં આ વખતે એક-એક મોડેલ અને મહિલા સંચાલિત બૂથ કાર્યરત રહેશે. મોડેલ બુથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આધુનિક સુવિધાથી સજ્જ કરાશે જ્યારે મહિલા સંચાલિત બુથમાં તમામ સ્ટાફ મહિલા કર્મચારીઓનો જ રહેશે.

તેઓએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને વિજીલન્સ, મોનેટરીંગ એપનું પણ લોન્ચીંગ કરી દેવામાં આવેલ છે. મતદાનના દિવસે ઔદ્યોગિક વિસ્તારોના કામદારો મતદાન કરી શકે તે માટે ઉદ્યોગોમાં રજા રાખવા માટે ઔદ્યોગિક એકમોને તાકીદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગત ચૂંટણીની સાપેક્ષમાં 10 ટકા વધુ મતદાન થાય તે માટેના વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઇન્કમટેક્સ, એક્સાઈઝ, નાર્કોટીક અને પ્રોહીબીશન ડીપાર્ટમેન્ટ સાથે પણ બેઠક યોજવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે નાણાકીય અને નશીલા પદાર્થોની હેરફેર ન થાય તે માટે ખાસ તાકીદ રાખવામાં આવસે. આવતીકાલે તેઓ સ્ટ્રોંગ રુમ અને મતગણતરી કેન્દ્રની પણ મુલાકાત લેશે તેમ પમ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement