ચારિત્ર્ય પર શંકા કરી પતિએ જ ગળે ટુંપો દઈ પત્નીની હત્યા કરી’તી:આરોપી સકંજામાં

06 October 2022 06:19 PM
Rajkot Crime
  • ચારિત્ર્ય પર શંકા કરી પતિએ જ ગળે ટુંપો દઈ  પત્નીની હત્યા કરી’તી:આરોપી સકંજામાં

► ગઈકાલે કારખાનામાંથી મળી આવેલી મહિલાની લાશ અંગે પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલ્યો:હત્યા કર્યા બાદ આરોપી ત્રિલોકરામે સાળાને ફોન કરી કહ્યું, મારે મનિષાનું મોઢું નથી જોવુ તેની મેં હત્યા કરી નાખી છે

► જેતપુરમાં ડાઈંગ ફિનિશિંગ કારખાનામાં કામ કરતા હત્યાના આરોપી પતિ રાત્રીના બે વાગ્યે ઓરડીમાંથી બહાર નીકળતો દેખાયો અને પોલીસે નાકાબંધી કરી બિહાર ભાગી જાય એ પહેલા ઝડપી લીધો

રાજકોટ,તા.6 : જેતપુરમાં સાડી ફિનિશિંગ કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજુર શખ્સે તેની પત્નીને ચારિત્રની શંકા રાખીને ગળું દબાવીને હત્યા કરી કર્યા બાદ નાસી છુટતા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ,જેતપુરનાં રબારીકા રોડ ઉપર આવેલ મહાદેવ ફિનિસિંગ કારખાનામાં કામ કરતા સત્યેન્દ્રકુમાર સીતારામ રામધની (બિહાર) એ નોંધાવેલી ફરિયાદ મુજબ,તેમના કુટુંબી કાકાની દીકરી મનીષા ત્રીલોકીરામ ચમાર(ઉ.વ.19)અને પતિ ત્રીલોકીરામ છોટુરામ ચમાર સાથે છ એક મહિનાથી કામ કરે છે.

જેમા ત્રીલોકીરામ કારખાનામાં કામ કરે છે તથા તેની પત્ની મનીષાકુમારી કારખાનામાં કામ કરતા મંજુરો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી.તેમને સંતાન નથી.છેલ્લા ઘણા સમયથી આ ત્રીલોકીરામ તેની પત્ની મનીષા પર શંકા કરી મારકુટ કરતો હતો,જે બન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી હતી.આ બાબતે અનેક વાર ત્રીલોકીરામને સમજાવેલ હતો. ગઈકાલે કારખાનામાં કામ કરેલ બાદ રાત્રીના તથા મારી સાથે કામ કરતા મજુરો જેતપુર ગામમાં ગરબી જોવા માટે ગયેલ હતા.ત્યારે ત્રીલોકીરામની પત્ની મનીષા તથા તેની સાથે રસોઈ કામ કરતી ઇંદુબેન ગરબો જોવા માટે ગયેલ હતા

અને રાત્રીના અગીયારેક વાગ્યા ની આસપાસ અમે પરત કારખાને આવતા ત્યાં જમવાનુ તૈયાર પડેલ હતુ જેથી બધાએે જમી લીધેલ એ પછી બધા મજુર કારખાનામાં સુઇ ગયા હતા.અને સવારે સાડા છ એક વાગ્યે કારખાનામાં રસોઇનુ કામ કરતા ઇદુબેન અરવીંદ જે પણ બીહારના છે.તે ત્યાં આવેલ અને વાત કરેલ કે ત્રીલોકીરામની ઓરડી બહારથી બંધ હતી.જેથી રસોઇ કરવા માટે ઓરડી ખોલી જોતા ત્રીલોકીરામની પત્ની મનીષા એકલી પડેલ હતી. અમો બધા આ ત્રીલોકરામની ઓરડીએ ગયેલ અને જોયેલ તો મારી કુટુંબી બહેન મનીષાકુમારી નીચે તેની પથારીમાં પડેલ હતી.તેને જગાડતા જાગેલ નહી.

આ વાતની જાણ કારખાનાના માલીક ચીરાગભાઈ જમનભાઇ શીંગાળાને કરેલ અને તેઓએ સમગ્ર ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી.તે દરમિયાન હત્યારા ત્રીલોકીરામની આજુબાજુમાં તપાસ કરતા ક્યાય મળેલ નહી.થોડી વારમાં આ ત્રીલોકીરામે ફોન કરી કહેલ કે મે જ મનીષાનુ ગળુ દબાવી દીધેલ છે.તમારે જે કરવુ હોય તે કરો મારે હવે તેનું મોઢું પણ જોવુ નથી.તેમ કહી ફોન મુકી દીધેલ હતો.આ બનાવ બાદ કારખાનાના સી.સી. ટી.વી. જોતા આ મનીષાનો પતિ ત્રીલોકીરામ રાત્રીના આશરે સવા બે વાગ્યાની આસપાસ તેની ઓરડીએથી ભાગી ગયેલનું જોવા મળેલ હતુ.

આ બનાવ બાદ કારખાનાના માલિક આવી ગયેલ અને મનીષાકુમારીને એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા ડોક્ટરે ગળુ દબાવીને મૃત્યુ પામેલ હોવાનું જણાવેલ હતું.આ પછી જેતપુર પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમજ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી કાર્યવાહી હાથધરી હતી.આરોપી તેમના વતન જવાની ફિરાકમાં હોય ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement