મોરબી રોડ પર આર્થીક ભીંસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી

06 October 2022 06:19 PM
Rajkot
  • મોરબી રોડ પર આર્થીક ભીંસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી

રાજકોટ તા.6 : મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતા રત્નદીપ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.22) ગત બપોરે ઘરે હતો ત્યારે ઉંદર મારવાનો ઝેરી પાવડરથી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં યુવકના પિતાએ જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. અને હું પરીવાર સાથે ભાડાના મકાનમાં રહીએ છીએ. તેમજ મોટો પુત્ર રત્નદીપ પર ઘરના ભરણપોષણની જવાબદારી હોય અને ધંધામાં પણ મંદી હોય જેથી પરીવારનું ગુજરાન કેમ થશે તેની ચિંતામાં પગલું ભર્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement