આજીડેમ નજીક કન્ટેનરની ઠોકરે એકિટવા ચાલક રામપાર્કનાં મહેશનું ઘટના સ્થળે જ મોત

06 October 2022 06:20 PM
Rajkot Crime
  • આજીડેમ નજીક કન્ટેનરની ઠોકરે એકિટવા ચાલક રામપાર્કનાં મહેશનું ઘટના સ્થળે જ મોત

રામપાર્કના મહેશ સોલંકી ચુનારાવાડમાં મજુરી કામે જતો ‘તો: યુવાનના મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી:પરિવારમાં શોક

રાજકોટ,તા.6 : આજીડેમ પાસે આવેલ કેડીએમ હોટલ નજીક પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ટેન્કર ચાલકે એકટીવાને હડફેટે લેતાં મજુરીકામે જઈ રહેલા મહેશભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી જતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

બનાવની વધુ વિગત આજીડેમ પાસે રામપાર્ક-3માં રહેતાં મહેશભાઈ છગનભાઈ સોલંકી (ઉ.વ.38) આજરોજ વ્હેલી સવારે ચુનારવાડમાં આવેલ કારખાનામાં મજુરી કામ માટે જઈ રહ્યા હતાં ત્યારે કેડીએમ હોટલ પાસે ઢાળ ચડતા સર્વિસ રોડ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ઘસી આવેલા અજાણ્યા ટેન્કર ચાલકે હડફેટે લેતાં ફુટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. ઘટના સ્થળે એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરતા ઈએમટીએ તપાસીને મૃતજાહેર કરેલ હતાં.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઈ હતી. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સીવીલે ખસેડી અજાણ્યા કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી ચાલકની શોધખોળ આદરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક મજુરીકામ કરતો હતો અને પાંચ બહેનનો એકનો એકભાઈ અને ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમીક પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement