એટ્રોસિટી - મારામારીના કેસમાં ઈભલા સહિતના આરોપીઓનો નિર્દોષ છુટકારો

06 October 2022 06:21 PM
Rajkot Crime
  • એટ્રોસિટી - મારામારીના કેસમાં ઈભલા સહિતના આરોપીઓનો નિર્દોષ છુટકારો

ફરિયાદી હરેશભાઈ પરમાર સ્કૂટરમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે કુવાડવા રોડ પર હુમલો કર્યાની ફરિયાદ બી. ડિવિઝન પોલીસે નોંધેલી

રાજકોટ: શહેરના કુવાડવા રોડ ઉપર જઈ રહેલા યુવાન ઉપર ચાલુ સ્કૂટરે ઈબ્રાહીમ ઉર્ફે ઇભલો ખાટકી સહિતના શખ્સોએ છરી - પાઇપથી હુમલો કરી સોનાના ચેનની લૂંટ ચલાવી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા બાબતેના કેસમાં અદાલતે ઇભલા સહિત ત્રણેય આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.

કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતા હરેશભાઈ જેઠાભાઈ પરમાર પોતાના સ્કૂટરમાં ઘરે જતા હતા ત્યારે કુવાડવા રોડ ઉપર શકિત હોટલ સામે મોરબી રોડ ઉપર રહેતો ઈભલો ખાટકી તથા વીટી ખાટકી સહિતના શખ્સો છરી, લોખંડનો પાઈપથી હુમલો કરી સોનાનો ચેઈન ત્રણ તોલા વજનનો લુંટી લીધેલ અને હરેશને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાખવાની ધમકી આપી હોવા બાબતે બી. ડીવીઝનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. કોર્ટમાં ચાલતા ફરિયાદી તથા 18 સાક્ષીઓની અને તપાસ કરનાર અધિકારીની જુબાની થયેલ.

અને બાદમાં સરકારી વકીલે દલીલો કરેલ અને આરોપીઓના એડવોકેટ રાજેશ ધ્રુવે કરેલી દલીલો ધ્યાને લઈ સેશન્સ અદાલતે આરોપીઓ ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો કરીમભાઈ કાથરોટીયા, ઈમરાન ઉર્ફે વીટી ગફારભાઈ કટારીયા, રફીક ઉર્ફે પાડો અલ્લારખાભાઈ ભાડુલાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રાજેશ કનુભાઈ ધ્રુવ, મીતલ ધ્રુવ, ભુમિકા એચ. ગજેરા, પ્રગતી માકડીયા, દિપક સોલંકી, જીતેન્દ્ર આર.સિંહ, બીપીન રીબડીયા, નીરજ સોલંકી, અમીત કોઠારી, વિશાલ સોલંકી, આસિસ્ટન્ટ યશ ડોડીયા તથા નીકીતા બાવળીયા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement