ગાયત્રીનગરમાં નિવૃત પીએસઆઈ પ્રવિણસિંહનું બેભાન હાલતમાં મોત

06 October 2022 06:23 PM
Rajkot Crime
  • ગાયત્રીનગરમાં નિવૃત પીએસઆઈ પ્રવિણસિંહનું બેભાન હાલતમાં મોત

મોડી રાત્રે આવેલા એટેકના કારણે સારવાર મળે તે પહેલા જ દમ તોડયો: પરીવારમાં શોક

રાજકોટ તા.6 : જામનગર રોડ પર ગાયત્રીનગરમાં વોરા સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ભવાનસિંહ ગોહીલ (ઉ.69) ગત રાત્રે ઘરે સુતા હતા. ત્યારે એટેક આવતા બેભાન થઈ ગયા હતા જેને સારવારમાં સીવીલે ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક નિવૃત પીએસઆઈ હતા અને ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ ફરજ બજાવતા હતા તેમજ સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં મોટા પુત્ર યુનિવર્સિટી મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement