રાજકોટઃ નાણાવટી ચોકમાં ઈદના પર્વ નિમિત્તે લગાવેલા ઝંડા મનપાની ટીમે ઉતારી લેતા લોકોના ટોળા ઉમટ્યા : પોલીસે મામલો થાળે પાડ્યો

06 October 2022 08:04 PM
Rajkot
  • રાજકોટઃ નાણાવટી ચોકમાં ઈદના પર્વ નિમિત્તે લગાવેલા ઝંડા મનપાની ટીમે ઉતારી લેતા લોકોના ટોળા ઉમટ્યા : પોલીસે મામલો થાળે પાડ્યો

બનાવના પગલે મહિલાઓ, બાળકો, યુવાનોના ટોળાને સમજાવવા મુસ્લિમ આગેવાનો દોડી ગયેલા, મેયરને રજુઆત કરાશે

રાજકોટ:
રાજકોટના નાણાવટી ચોકમાં ઈદના પર્વ નિમિત્તે લગાવેલા ઝંડા મનપાની ટીમે ઉતારી લેતા લોકોના ટોળા ઉમટ્યા હતા. જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. બનાવના પગલે મહિલાઓ, બાળકો, યુવાનોના ટોળાને સમજાવવા મુસ્લિમ આગેવાનો દોડી ગયેલા અને હવે મેયરને રજુઆત કરવા નિર્ણય લેવાયો હતો.

મુસ્લિમ આગેવાનો તરફથી મળેલી વિગત મુજબ રવિવારે ઈદનો તહેવાર છે. જેના અનુસંધાને અત્રે નાણાંવટી ચોક અને 150 ફૂટ રિંગ રોડ પર અમુક સ્થળે તહેવાર સંબંધિત ઝંડાઓ લગાવાયા હતા. આજે સાંજે મનપાની ટિમ અત્રે આવેલી અને ઝંડાઓ ઉતારી લીધા હતા જેની જાણ થતા મુસ્લિમ સમાજની મહિલાઓ, બાળકો, યુવાનો ટોળાં નાણાવટી ચોકમાં ઉમટી પડતા પોલીસ કાફલો દોડી ગયેલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યુનિવર્સિટી પોલીસ અને ગાંધીગ્રામ પોલીસની ટિમો ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જે બાદ મુસ્લિમ આગેવાનો પણ સ્થળે પહોંચી ગયા હોય તમામને સમજાવી ટોળા વિખેરાઈ જાય તેવો પ્રયાસ કરેલો. જે પછી પોલીસના અધિકારીઓએ પણ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી તેઓને સમજાવવા અને આ અંગે યોગ્ય જગ્યા એ રજુઆત કરવા સમજ આપી હતી. જે બાદ મુસ્લિમ આગેવાનોએ મેયરને આ મામલે રજુઆત કરવા નક્કી કર્યું હતું. સંભવતઃ આવતી કાલે મુસ્લિમ આગેવાનો મેયરને રજુઆત કરી શકે છે.

Related News

Advertisement
Advertisement
Advertisement