આસો કે અષાઢ? રાજકોટમાં મોસમનો બદલાતો મિજાજ, ધીમી ધારે વરસાદ, અમદાવાદ અને વડોદરામાં વીજળીના ચમકારા સાથે મેઘવર્ષા

06 October 2022 10:20 PM
Rajkot Gujarat
  • આસો કે અષાઢ? રાજકોટમાં મોસમનો બદલાતો મિજાજ, ધીમી ધારે વરસાદ, અમદાવાદ અને વડોદરામાં વીજળીના ચમકારા સાથે મેઘવર્ષા

ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી

રાજકોટ:
આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની અપાયેલી આગાહી વચ્ચે રાજકોટમાં સાંજે મોસમનો મિજાજ બદલાયા બાદ રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ તરફ અમદાવાદ અને વડોદરામાં પણ વીજળીના ચમકારા સાથે મેઘવર્ષા થઈ છે. જેથી આસો માસ છે?કે અષાઢ? તે સવાલ અચૂક થઈ રહ્યો છે.

આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા પછી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાંજે ફરી એકવાર અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

વડોદરામાં દિવસભર ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ચોમાસાની આમ તો વિદાય થઇ ચુકી છે પરંતુ દિવાળી નજીક હોવા છતાં હજુ પણ વરસાદ જારી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન ધીમી ગતિએ ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેના લીધે પૂર્વના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2-3 દિવસ દેશનાં 17 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શકયતા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement